રાજકોટ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ) ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૩૧/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારના નજીકના જીલ્લાઓ દરીયાઇ વિસ્તાર ધરાવે છે જેથી આ દરીયાઇ વિસ્તાર તેમજ દરીયાઇ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ અધીનીયમ અન્વયે વન્યજીવોના તથા દરીયાઇ જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરા-ફેરીની ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે બાબતે P.I જે.આર.દેસાઇ ના સીધા માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કે.ડી.મારૂ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન કેતનભાઇ શેખલીયા તથા કૃણાલસિંહ ઝાલા તથા જયદિપસિંહ ભટ્ટી નાઓની સંયુકત રીતે ચોક્કસ બાતમી આધારે રાજકોટ શહેર ગોંડલ રોડ ખોડીયાર હોટલની પાસે જાહેર રસ્તામાંથી બે ઇસમોને શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પકડી પાડતા તેઓ આ વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાનું જણાવતા હોય અને તેનું વેચાણ કરવા ગ્રાહકો શોધખોળ કરતા હોવાનુ જણાવેલ હોય, આ મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) FSL અધિકારીઓ દ્વારા પ્રાથમીક પરીક્ષણ/તપાસ કરી મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાનુ જણાવતા જે માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૧૦૬ મુજબ કબ્જે કરવામાં આવેલ છે અને પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય વધુ તપાસ અર્થે વન વિભાગના અધિકારી નાઓને સોપેલ છે. (૧) કાળુભાઇ નાગજીભાઇ ક્યાડા ઉ.૬૦ રહે.માનપુર ગામ તા.મેંદરડા જી.જુનાગઢ (૨) પ્રફુલભાઇ શૈલેષભાઇ ટોળીયા ઉ.૩૩ રહે. અંકુરનગર શેરીનં.૮ અંકુર મેઇન રોડ રાજકોટ. વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ૯૭૦ ગ્રામ કિ.८७,००,००० નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


