અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વાર સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી અમદાવાદ આવી રહેલા સુનિલ ભાટીયાને 108.07 ગ્રામ સોના સાથે ઝડપ્યો છે. જેની બજાર કિંમત અંદાજે 17.19 લાખ થાય છે. મુસાફરે માઉથમાં કાળા ટેપમાં લપેટીને ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ સંતાડ્યા હતા.
બેંગકોકથી અમદાવાદ આવતી ફલાઈટમાં સોનાની દાણચોરી અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની દાણચોરી કરતાં એક શખ્સને પકડ્યો છે. પેસેન્જર પ્રોફાઇલિંગ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે, ગત 31 જાન્યુઆરી 2026ના રોજ બેંગકોકથી અમદાવાદ આવતી વિયેટજેટ ફ્લાઇટ (VZ 750) દ્વારા ઉતરેલા મુસાફર સુનિલ ભાટિયાની અટકાયત કરવામાં આવી હતી.
17.39 લાખના સોનાના ચાર બિસ્કિટ જપ્ત તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે મુસાફરના માઉથમાંથી કાળા ટેપમાં લપેટેલા ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. 108.07 ગ્રામ જપ્ત કરાયું છે. બજારમાં આ સોનાની અંદાજિત કિંમત ₹17,39,927 છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ મુદ્દામાલ જપ્ત કરી વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

