Gujarat

PSI ભરતીમાં 8679 ઉમેદવાર ક્વોલિફાઇડ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. બંને પરીક્ષા પૂર્ણ થયા બાદ ક્વોલિફાઇડ થયેલા 8679 ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે પૈકીના 1023 ઉમેદવારને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે, જેના કોલલેટર 2 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ભરતી જાહેરનામા ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત હાથ ધરાયેલી આ ભરતીપ્રક્રિયામાં શારીરિક કસોટીમાં ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.

આ ભરતીપ્રક્રિયામાં કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા (પેપર-1 અને પેપર-2) આપી હતી. પરીક્ષા નિયમો મુજબ પેપર-1ના Part-A અને Part-Bમાં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવેલા ઉમેદવારોમાંથી કુલ 49,591 ઉમેદવારોનાં પેપર-2 (વર્ણનાત્મક)ની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવેલા કુલ 8679 ઉમેદવારોને ક્વોલિફાઈડ જાહેર કરવામાં આવ્યા છે.