Gujarat

સોશિયલ મીડિયા પર ચપ્પુ સાથે રૌફ જમાવવો ભારે પડ્યો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી ભય ફેલાવનારા તત્વો સામે લિંબાયત પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં ચપ્પુ સાથેનો વીડિયો વાયરલ કરનારા 5 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

વીડિયો વાયરલ કરી ભય ફેલાવવાનો પ્રયાસ આજના યુગમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે યુવાનો અવનવા નુસખા અપનાવતા હોય છે, પરંતુ સુરતના લિંબાયત વિસ્તારના કેટલાક યુવકોએ મર્યાદા વટાવી હતી. આ યુવકોએ હાથમાં ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે 1 વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ભય પેદા કરવાનો અને પોતાની ગેંગનો રૌફ જમાવવાનો હોય તેવું જણાતું હતું. વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી.

પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ લિંબાયત પોલીસ હરકતમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. ગણતરીના કલાકોમાં જ વીડિયોમાં દેખાતા તમામ 5 શખ્સોની ઓળખ કરી લેવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ નિખિલ ઉર્ફે જીનકા અમર યાદવ (ઉંમર: 20 વર્ષ), વિષ્ણુ ભરત માળી (ઉંમર: 20 વર્ષ), બિટ્ટુ વિનોદ કોહાર (ઉંમર: 21 વર્ષ), કિશન રામપ્રવેશ સીંગ (ઉંમર: 21 વર્ષ) અને રતન રાજેન્દ્ર ભહુતે (ઉંમર: 29 વર્ષ) છે.