આજે શહેરના ઐતિહાસિક એવા દિગજામ મિલ હનુમાન મંદિર ના પટાગણ મા દોઢિયા ફિલ્મ્સ પ્રોડક્શનની આગામી ગુજરાતી ફિલ્મ *”કેસરીયો સંકટ મોચન “નું ભવ્ય મુહૂર્ત સંપન્ન થયું. નિર્માતા હર્ષિલભાઈ દોઢિયા દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ એક સામાજિક વાત સાથે ધાર્મિક શ્રદ્ધા ની વાત સાથે લઇ ને આકર્ષક કથા વસ્તુ ધરાવતી ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટટર પંકજ નિમાવત પ્રોડ્યુસર નિર્માતા હર્ષિલ દોઢીયા જે કલાકારની પણ ભૂમિકા ભજવિ રહ્યા છે કલાકાર-કસબીઓ મા હિરોઈન ની ભૂમિકા અંકિતા શાહ તેમજ વિલનની ભૂમિકા નયન ચૌધરી કરી રહ્યા છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા જે હનુમાનજીનું પાત્ર ભજવિ રહ્યા છે તે દીપક પરમાર છે અને આ ફિલ્મ નો કહાની પણ તમનેજ લખેલ છે. અને આ ફિલ્મ ના પ્રોડક્શન ની તમામ જવાબદારી દીપેશ બકરાણીયા ને સોંપવામાં આવેલ છે. કેમેરા મેન તરીકે નિલેશ દ્રિવેદી છે આ ફિલ્મના નિર્માણ મુહૂર્તમાં શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોડક્શન હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફિલ્મનું નિર્માણ ખૂબ જ ઉચ્ચ સ્તરે કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ વેગવંતું બનશે.

મુહૂર્ત પ્રસંગે મીડિયા સાથે વાત કરતા નિર્માતા હર્ષિલભાઈએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ ગુજરાતની સંસ્કૃતિ અને મનોરંજનનો એક ઉત્તમ સંગમ હશે.”

