International

તાઈવાનની હદમાં ચીનના ૮ ફાઈટર પ્લેન ઘુસતા તણાવ વધ્યો

અમેરિકા
તાઈવાનમાં ચીનના લશ્કરી વિમાનોની ઘૂસણખોરીની વધતી ઘટનાઓ વચ્ચે. એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન એ પ્રારંભિક ચેતવણી છે જે દેશોને તેમના એરસ્પેસમાં અન્ય દેશની ઘૂસણખોરી શોધવામાં મદદ કરે છે આવા વિસ્તારમાં પ્રવેશતા કોઈપણ વિમાને યજમાન દેશને તેના રૂટ અને ઉદેશ્યની જાણ કરવી જાેઈએ. જાે કે, ઝોનને આંતરરાષ્ટ્રીય એરસ્પેસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને પાઇલોટ કાયદેસર રીતે આવી માહિતી આપવા માટે બંધાયેલા નથી. ગયા વર્ષના સપ્ટેમ્બરથી, ચીને તાઈવાનના છડ્ઢૈંઢ ને નિયમિતપણે વિમાનો મોકલીને તેની ગ્રે-ઝોન યુક્તિઓને આગળ વધારી છે.તાઈવાનના છડ્ઢૈંઢ ખાતે આ મહિને અત્યાર સુધીમાં કુલ ૬૦ ચીની વિમાનોને ટ્રેક કરવામાં આવ્યા છે. જેમાં- ૩૬ ફાઈટર જેટ, બે બોમ્બર્સ અને ૨૨ સ્પોટર પ્લેન સામેલ છે. ૫, ૧૨ અને ૧૭ ડિસેમ્બર સિવાય આ મહિનામાં લગભગ દરરોજ સંરક્ષણ ક્ષેત્રમાં ચીની સૈન્ય વિમાનો પર નજર રાખવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને તાઈવાનના સંરક્ષણ ક્ષેત્રમાં પોતાનું લશ્કરી વિમાન મોકલ્યું હોય. તે તાઈવાનના એર ડિફેન્સ એરિયામાં નિયમિત રીતે યુદ્ધવિમાન મોકલતો રહ્યો છે.તાઈવાન અને ચીન વચ્ચેની મડાગાંઠ વધી રહી છે. ચીન તેની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી અને વારંવાર તાઈવાનના સંરક્ષણ ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ફરી એકવાર ચીને ત્યાં પોતાની જૂની રીતનું પુનરાવર્તન કર્યું છે. મળતી માહિતી મુજબ, ચીની સૈન્ય વિમાને રવિવારે તાઈવાનના એર ડિફેન્સ એરિયામાં ઘૂસણખોરી કરી અને ઉડાન ભરી. રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય અનુસાર, એક જ પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ શાનક્સી રૂ-૮ ઈલેક્ટ્રોનિક યુદ્ધ વિમાનએ છડ્ઢૈંઢ ની દક્ષિણપશ્ચિમ બાજુએ પ્રવેશ્યું. તેના જવાબમાં તાઈવાને પણ તેનું પ્લેન મોકલીન ચેતવણી જાહેર કરી હતી. એટલું જ નહીં, તાઈવાને ઁન્છછહ્લ એરક્રાફ્ટને ટ્રેક કરવા માટે એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ્સ તૈનાત કરી છે.

Fitar-Jet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *