નવીદિલ્હી
જીતન રામ માંઝીએ ૧૯ ડિસેમ્બરે પટનામાં એક જાહેર સભા દરમિયાન બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે હું નાનો હતો, ત્યારે સત્યનારાયણ પૂજાની પ્રથા અમારા સમુદાયમાં બહુ લોકપ્રિય નહોતી. આજકાલ લગભગ દરેક ઘરમાં સત્યનારાયણ પૂજાની પ્રથા છે. એનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે અમારા ઘરે બ્રાહ્મણો (પંડિતો) આવે છે. પૂજા કરે છે, પરંતુ તેઓ અમારા ઘરમાં ખોરાક લેતા નથી. તેઓ ર્નિલજ્જતાથી અમારા ઘરમાં ભોજન ખાવાને બદલે અમારી પાસે પૈસા (દક્ષિણા) માંગે છે.ભલે પૂર્વ મુખ્યમંત્રી અને ૐૈહઙ્ઘેજંટ્ઠહૈ છુટ્ઠદ્બ સ્ર્ષ્ઠિરટ્ઠના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીએ બ્રાહ્મણો સાથે દુર્વ્યવહાર કરવા બદલ માફી માંગી લીધી હોય, પરંતુ હાલ મામલો શાંત થતો જણાયો નથી. સોમવારે જીતનરામ માંઝી વિરુદ્ધ બિહારની કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. આ મામલે બિહાર બીજેપી નેતા ગજેન્દ્ર ઝાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. માંઝી પર પ્રહાર કરતા તેણે કહ્યું કે, જે પણ બ્રાહ્મણનો પુત્ર માંઝીની જીભ કાપી નાંખે છે, તેને ૧૧ લાખ રૂપિયા આપશે. જ્યારે બીજેપી નેતા તરફથી જીતનરામ માંઝીની જીભ કાપવાની વાત બહાર આવી ત્યારે માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાએ પણ વળતો જવાબ આપ્યો. હિન્દુસ્તાની અવમ મોરચાના પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું કે, જીતનરામ માંઝી માટે ભાજપના નેતાઓ દ્વારા સતત અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. ગજેન્દ્ર ઝાએ જીતન માંઝીની જીભ કાપવાની વાત કરી છે. શું આ દલિતોના અપમાનની વાત નથી? દાનિશ રિઝવાને કહ્યું કે હું બિહાર ભાજપના ટોચના નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાના લોકોને સમજાવે કે આ બધું યોગ્ય નથી. બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી વિરુદ્ધ સોમવારે પટના અને પૂર્ણિયામાં બ્રાહ્મણ સમુદાય સાથે દુર્વ્યવહાર કરવા બદલ બે હ્લૈંઇ નોંધવામાં આવી હતી. પટનામાં વિશાલ કુમાર સિંહના નેતૃત્વમાં બ્રાહ્મણ સમુદાયના લોકોએ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. સત્યનારાયણ પૂજા વિરુદ્ધ જીતન રામ માંઝીના નિવેદનનો હેતુ હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હતો. આ ઉપરાંત તેણે બ્રાહ્મણ સમાજ માટે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. સિંહે કહ્યું, “માંઝીના નિવેદનથી સમાજમાં મતભેદો સર્જાય છે. આવા નિવેદનો જાતિવાદને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં ઉત્તેજના ફેલાવે છે. તેમનું અપમાનજનક નિવેદન બે જ્ઞાતિઓ વચ્ચે રમખાણો સર્જવાની સંભાવના ધરાવે છે. તેમણે કહ્યું, ‘અમે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, બિહારના મુખ્ય પ્રધાન અને ડીજીપીને માંઝીના અપમાનજનક નિવેદનની નોંધ લેવા અને તેમની સામે પગલાં લેવા માટે પત્ર પણ લખ્યો છે. એક જૂથે કે હાટ પોલીસ સ્ટેશનમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિરુદ્ધ હ્લૈંઇ નોંધાવી છે. તેમણે કહ્યું કે માંઝીએ દેશભરના બ્રાહ્મણોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સરકારે તેની સામે કડક કાર્યવાહી કરવી જાેઈએ.
