Gujarat

વિદેશી દારૂની 72 બોટલ સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો

ભાવનગરમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પેટ્રોલિંગ હતી તે દરમ્યાન કુંભારવાડા વિસ્તારમાં રેડ કરતા સ્થળ પરથી એક શખ્સને ઝડપી લઇ રૂ.63,120 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી હાલ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે, આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધાતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુંભારવાડાનો રહેવાસી દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

તે દરમ્યાન મળેલી બાતમીના આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી અબ્દુલ કલામ નીશાળવાળા ચોકની પાસે આવેલ ચોથીબેન છાશવાળાના ખાંચામાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મૂળ કુંભારવાડાનો રહેવાસી મુસ્તુફા ઉર્ફે ભાણો સલીમભાઇ આરબ ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. એક શખ્સ ફરાર પોલીસે રેઇડ કરતા મુસ્તુફા ઉર્ફે ભાણો સલીમભાઇ આરબ મળી આવતા તપાસ દરમ્યાન ઇગ્લીંશ દારૂની નાની-મોટી 72 નંગ બોટલો સહીત કુલ.રૂ.63,120ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે આ બનાવમાં અન્ય એક શખ્સ હારૂન અવેશભાઇ કટીયા જે પકડવાનો બાકી છે.

પોલીસે આ બનાવના બન્ને શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુન્હો દાખલ કરાવતા બોરતળાવ પોલીસે પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.