બસ્તરમાં ૧.૬૧ કરોડના ઈનામી ૫૧ નક્સલવાદીઓનું સરન્ડર, હથિયારોનો મોટો જથ્થ કરાયો જપ્ત
છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શનિવારે બસ્તરના બે જિલ્લામાં કૂલ ૫૧ નક્સલવાદીઓએ સરન્ડર કર્યું છે. આ તમામ પર કૂલ મળીને ૧.૬૧ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. સરન્ડર કરવામાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ છે.
બસ્તર રેન્જના ડ્ઢય્ઁએ જણાવ્યું કે આ આત્મસમર્પણ એવા સમય પર થયું છે, જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મૂ બસ્તર જિલ્લાના હેડક્વાર્ટર જગદલપુરમાં બસ્તર પંડુમ ૨૦૨૬ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરી રહી હતી. તેની સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૩ દિવસના રાયપુર પ્રવાસે આવ્યા છે. બીજાપુર જિલ્લામાં ૨૦ મહિલાઓ સહિત ૩૦ નક્સલીઓએ હથિયાર છોડીને મુખ્યપ્રવાહમાં પરત ફરવાનો ર્નિણય લીધો છે. ત્યારે સુકમા જિલ્લામાં ૧૪ મહિલા સભ્યો સહિત ૨૧ અન્ય નક્સલીઓએ બસ્તર પોલીસની પૂના માર્ગેમ પુનર્વાસ પહેલ હેઠળ સરન્ડર કર્યું છે.
નક્સલીઓએ જણાવ્યું કે તે રાજ્ય સરકારની આત્મસમર્પણ અને પુનર્વાસ નીતિથી પ્રભાવિત હતા. તેમને મુખ્યપ્રવાહમાં પરત ફરીને સામાન્ય જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેની વચ્ચે છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લામાંથી પણ નક્સલ મોરચા પર મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે પહાડી વિસ્તારમાં ૬ અલગ અલગ જગ્યાઓ પર નક્સલીઓ દ્વારા છુપાવવામાં આવેલા હથિયાર, દારૂગોળો, વિસ્ફોટક અને હથિયાર બનાવવાનો સામાન જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તેમને જાણકારી મળી હતી કે ભાલુડિગ્ગી અને મેટલ પહાડી વિસ્તારમાં નક્સલીઓ છે. ત્યારબાદ પોલીસે જિલ્લા પોલીસ દળની વિશેષ ઈ-૩૦ યૂનિટે ૩૬ કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. જે શનિવારે પૂર્ણ થયું.

