અમદાવાદમાં એક હૃદયસ્પર્શી અને વિચાર જગાવતી ઘટના સામે આવી છે. વર્ષ ૧૯૯૭માં માત્ર ૨૦ રૂપિયાની લાંચના આરોપમાં ફસાયેલા તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલને ગુજરાત હાઇકોર્ટે ૨૮ વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ચુકાદો મળ્યાના થોડા કલાકોમાં જ તેમનું કુદરતી મોત નિપજ્યું છે.
૨૦ રૂપિયાની લાંચના આરોપમાં ફસાયેલા તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલને ગુજરાત હાઇકોર્ટે ૨૮ વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ચુકાદો મળ્યાના થોડા જ કલાકોમાં તેમનું કુદરતી મોત નિપજ્યું છે. ત્યારે આ દુ:ખદ અવસાનથી મૃત પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી છવાઈ છે. આ અંગે મળતી વિગતો અનુસાર, વર્ષ ૧૯૯૭માં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા વિશાલ જંકશન પાસે છઝ્રમ્ (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા છટકું ગોઠવી રેડ પાડવામાં આવી હતી.
તેમાં તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ પર ૨૦ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે વર્ષ ૨૦૦૪માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને દોષિત ઠરાવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાને પડકારતા પોલીસકર્મીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેથી લાંબી કાનૂની લડત બાદ આખરે ૨૨ વર્ષ પછી, એટલે કે આરોપ લાગ્યાના કુલ ૨૮ વર્ષ બાદ, ગુજરાત હાઇકોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોનું મૂલ્યાંકન કરીને પોલીસકર્મીને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇકોર્ટના ચુકાદામાં પ્રોસિક્યુશન આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયું હોવાનું નોંધાયું હતું. જે નોંધીને જજે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. ગઈકાલે હાઇકોર્ટે ચુકાદો આપતા જ તત્કાલીન પોલીસકર્મી ખૂબ ખુશ હતા. તેઓ પોતાના એડવોકેટ નીતિન ગાંધીની ઓફિસે પહોંચ્યા હતા અને આખા કેસ વિશે વાતચીત કરી હતી. જાેકે ગુજરાત હાઇકોર્ટે ૨૮ વર્ષ બાદ નિર્દોષ જાહેર કરેલા તત્કાલીન પોલીસકર્મીનું ચુકાદો આવ્યાના કલાકોમાં જ દુર્ભાગ્યવશ કુદરતી મોત નિપજ્યું છે. ત્યારે આ દુ:ખદ અવસાનથી મૃત પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી છવાઈ છે.
મળતી વિગતો અનુસાર, તેમણે ભાવુક બનીને કહ્યું હતું કે, “જીવન પર લાગેલો કલંક આખરે દૂર થયો છે. હવે ભગવાન બોલાવે તો પણ ચાલે.” અને આ નિવેદન બાદ સાંજે તેઓ ઘરે પરત ફર્યા હતા, ત્યારે ઘેર પહોંચતા તેમના આ શબ્દો સાચા પડ્યા અને ગણતરીના કલાકોમાં જ તેમનું કુદરતી મૃત્યુ થયું હતું. ત્યારે અચાનક બનેલી આ ઘટનાએ પરિવારજનો, વકીલમંડળ અને પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. નોંધનીય છે કે, આ ઘટના ન્યાય પ્રણાલી પર પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે. સાથે જ એ વાત પણ યાદ અપાવે છે કે, “ન્યાયમાં વિલંબ એટલે ન્યાયનો ઇનકાર”. કેમ કે નાની રકમના આરોપમાં વર્ષો સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયાએ એક પોલીસકર્મીના સમગ્ર જીવનને અસર કરી છે. નિર્દોષ જાહેર થતા ન્યાય તો મળ્યો, પરંતુ તે ન્યાયનો આનંદ માણવાનો સમય તેમને મળ્યો નહીં અને તેઓએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે, ત્યારે પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

