Delhi

ઓમિક્રોને દેશની ચિંતા વધારી ઃ નવા વેરિઅન્ટના કેસની સંખ્યામાં વધારો

નવીદિલ્હી
ગુજરાતના વડોદરામાં બ્રિટનથી પરત ફરેલી ૨૭ વર્ષીય મહિલા અને તાન્ઝાનિયાથી અમદાવાદ ગયેલા પતિ-પત્ની સોમવારે ઓમિક્રોનથી સંક્રમિત જાેવા મળ્યા હતા. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે મહિલા ૧૩ ડિસેમ્બરે બ્રિટન ગઈ હતી અને મુંબઈ થઈને પરત આવી હતી. તેણી બંને એરપોર્ટ પર વાયરસથી સંક્રમિત મળી ન હતી. તાવની ફરિયાદ કરી અને કોવિડ-૧૯ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા હતા. જેના રિપોર્ટમાં સંર્ક્મણની પુષ્ટિ થઈ હતી. આ પછી સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ઓમિક્રોનનો વડોદરામાં આ ત્રીજાે અને ગુજરાતમાં ૧૪મો કેસ છે. કેરળમાં ચાર નવા કેસ આવ્યા પછી રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસ વધીને ૧૫ થઈ ગયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે આ ચાર સંક્રમિત પૈકી બે ૪૧ અને ૬૭ વર્ષની વયના છે. તે બ્રિટનથી તિરુવનંતપુરમ આવેલા ઓમિક્રોનથી સંક્રમિત ૧૭ વર્ષીય બાળકની માતા અને દાદી છે. તે ૯ ડિસેમ્બરે તેના પિતા, માતા અને બહેન સાથે બ્રિટનથી પરત ફર્યો હતો. તિરુવનંતપુરમમાં સામે આવેલા અન્ય બે ઓમિક્રોન કેસોમાં ૩૨ વર્ષીય પુરુષ અને ૨૭ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે જે ૧૭ ડિસેમ્બરે નાઈજીરિયાથી પરત ફર્યા હતા. આ મહિલા ૧૨ ડિસેમ્બરે બ્રિટનથી પરત આવી હતી. ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે શહેરમાં કોરોનાવાયરસના તમામ નવા પોઝિટિવ કેસ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. તેમણે કેન્દ્ર સરકારને આરોગ્ય કર્મચારીઓ અને અન્ય લોકો માટે કોવિડ રસીના વધારાના ડોઝની મંજૂરી આપવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને જાેતા ગભરાવાની કોઈ વાત નથી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રવિવારે ૧૦૦ થી વધુ કેસ સામે આવ્યા હતા. અમને ખબર નથી કે આ કયા પ્રકારના કોવિડ કેસ છે, સામાન્ય કે ઓમિક્રોન વેરિઅન્ટ કેસ છે. તેથી, તમામ સંક્રમિત કેસોના નમૂનાઓ શોધવા માટે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. અમે હોમ આઇસોલેશનની સિસ્ટમને મજબૂત કરીશું, કારણ કે મોટાભાગના કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેશે નહીં.દેશમાં કોરોના વાયરસ સંક્રમણના ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ૧૯ નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંખ્યા વધીને ૧૭૪ થઈ ગઈ છે. સોમવારે ૫ રાજ્યોમાં પૈકી દિલ્હીમાં ૮, કર્ણાટકમાં ૫, કેરળમાં ૪, રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા હતા. દિલ્હીમાં નોંધાયેલા મોટાભાગના કેસોમાં લોકો અન્ય સ્થળોએ ગયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં નવા વેરિઅન્ટથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૩૦ થઈ ગઈ છે. જ્યારે ઓછામાં ઓછા ૧૨ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Omicron.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *