અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે. અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK ને ભારતનો હિસ્સો માન્યો છે. ભારત હંમેશા માનતું આવ્યું છે કે, POK ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજાે જમાવ્યો છે.
હવે અમેરિકાએ પણ ભારતની આ વાત પર મહોર મારી દીધી છે. અમેરિકાએ જે નકશો જાહેર કર્યો છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે પાકિસ્તાનનો કબજાે ગેરકાયદેસર છે અને ર્ઁદ્ભ ભારતનો જ ભાગ છે.
અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસએ ભારત-અમેરિકાના નવા વચગાળાના ટ્રેડ એગ્રીમેન્ટની માહિતી આપતી વખતે જે નકશાનો ઉપયોગ કર્યો છે, તેને જાેઈને પાકિસ્તાની શાસકો ચોંકી ગયા છે.અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નકશામાં સમગ્ર કાશ્મીરને ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. આ નકશા મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતમાં સામેલ છે. આ નકશામાં ન તો કોઈ લાઇન ઓફ કંટ્રોલ છે કે ન તો કોઈ વિવાદિત વિસ્તાર; બધું જ સ્પષ્ટપણે ભારતનું બતાવવામાં આવ્યું છે.હકીકતમાં, ેંજી્ઇ એ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વચગાળાના ફ્રેમવર્ક સાથે જાેડાયેલી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં અમેરિકન ઉત્પાદનો (જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેન, લાલ જુવાર, ફળો વગેરે) માટે ભારતમાં નવા બજાર ખુલવાની વાત હતી.
અમેરિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ટ્રી નટ્સ અને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેનથી લઈને લાલ જુવાર અને તાજા તથા પ્રોસેસ્ડ ફળો સુધી, અમેરિકા-ભારત સમજૂતી અમેરિકન ઉત્પાદનો માટે નવા માર્કેટ એક્સેસ આપશે.‘ પરંતુ આ પોસ્ટ સાથે જાેડાયેલા નકશાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં ર્ઁદ્ભ ને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે.અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલો આ નકશો માત્ર એક તસવીર નથી, પરંતુ અમેરિકાની બદલાતી વિચારધારાનો મોટો સંકેત છે. ભારત હંમેશા કહેતું રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આખો વિસ્તાર ભારતનો અભિન્ન અંગ છે.જેમાં ર્ઁદ્ભ અને ગિલગિટ-બાલ્ટિસ્થાન પણ સામેલ છે. હવે અમેરિકાના સત્તાવાર એકાઉન્ટ પરથી આવો નકશો આવવાનો અર્થ એ છે કે, વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારી રહ્યું છે. આ એવો સંકેત પણ છે કે, અમેરિકા હવે ર્ઁદ્ભ ના મુદ્દે તટસ્થ નથી. આ બાબત તાજેતરમાં થયેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સાથે સામે આવી છે.

