શહેરમાં છેલ્લા ઘણા સમયથી સીટી બસ સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તડા માર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આગામી તા.14 ફેબ્રુઆરીના રોજ PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ હાજરી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં આઠ રૂટ પર સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે.
ભાવનગર સહિત આસપાસના ગામડાઓના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવી પ્રધાનમંત્રી ઈ-બસ સેવા નું આખરે લોકાર્પણનું મુહૂર્ત આવ્યું છે આગામી તા.14 ફેબ્રુઆરીના રોજ પ્રથમ તબક્કામાં આઠ રૂટ પર 50 સીટી બસ દોડાવવાની તંત્રની તૈયારી છે અને તેનું લોકાર્પણ ભવ્ય રીતે યોજાશે, વડાપ્રધાન મોદી હવે આગામી 14 ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી ભાવનગર પધારશે અને વડાપ્રધાન મોદી વર્ચ્યુલી આ કાર્યક્રમના સાક્ષી બનશે અને પ્રથમ ફેઝમાં સવારના અલગ અલગ આઠ રૂટ પર 50 સીટી બસ દોડાવવાની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે, પ્રથમ આઠ રોડ પર સીટી બસ સેવા નિયમિત અને યોગ્ય ધોરણે રાગે પડ્યા બાદ નવા રૂટ નો ઉમેરો પણ કરવામાં આવશે,
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરને 100 જેટલી ઈ-બસ ફાળવવામાં આવી છે જે પૈકી 40 બસ એક મહિના પૂર્વે આવી ચૂકી છે જ્યારે બાકીની બસોની ડીલેવરી ટૂંક સમયમાં મળનાર છે લોકોમાં પણ આ બસ સેવા ને લઈને ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે 14 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી લીલી જંડી ફરકાવીને બસ સેવાનું લોકાર્પણ કરનાર છે તે માટે સમગ્ર કાર્યક્રમનો તખ્તો તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ લોકાર્પણને લઈને મનપા ના 16 જેટલા અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે.

