સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારતાડ ગામમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. ગામમાં આવેલા ગોળ બનાવવાના કોલ નજીક રાખેલા બગાસના વિશાળ જથ્થામાં આગ લાગી હતી.

આ ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આ આગને કારણે બગાસના જથ્થાને મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

