કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વર્ગસ્થ મ્ત્નઁ નેતા સુષમા સ્વરાજનો જૂનો વીડિયો શેર કર્યો. તેમણે લખ્યું કે એક મેચ્યોર વિપક્ષના નેતા ગૃહને સરળતાથી ચલાવવા અને સંસદીય લોકશાહીને સુધારવામાં ખૂબ ઉપયોગી થાય છે.રિજિજુનું આ નિવેદન બજેટ સત્રના પ્રથમ તબક્કામાં થયેલા હોબાળા પછી આવ્યું. રાહુલ ગાંધીએ ચીની ટેન્કની લદ્દાખમાં ઘૂસણખોરી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેના પુસ્તક પર નિવેદન આપવાનો પ્રયાસ કર્યો હતો.તેમણે ‘એપસ્ટીન ફાઇલ્સ‘ અને ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ જેવા મુદ્દાઓને સંસદમાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને મ્ત્નઁએ પાયાવિહોણા ગણાવ્યા હતા.
કિરણ રિજિજુએ પોસ્ટમાં સુષમા સ્વરાજના ભાષણનો જૂનો વીડિયો અપલોડ કર્યો, જેમાં તેઓ કહે છે કે- ભારતીય લોકતંત્રના મૂળમાં એક ભાવ છે. એ ભાવ એ છે કે આપણે એકબીજાના વિરોધી છીએ પણ શત્રુ નથી, આપણે વિચારધારાઓ, નીતિઓ અને કાર્યક્રમોનો વિરોધ કરીએ છીએ. આપણે જે ટીકા કરીએ છીએ તે પ્રખર ટીકા છે. પરંતુ પ્રખર ટીકા પણ ભારતીય લોકતંત્રમાં એકબીજાના વ્યક્તિગત સંબંધોમાં વચ્ચે આવતી નથી. મને અડવાણીજી હંમેશા નિર્દેશ આપતા હતા કે સદનની ગરિમાને અનુરૂપ જ વર્તન કરવું. અને આજે હું એ સ્વીકાર કરવા માંગીશ કે વિરોધ પક્ષના નેતા તરીકે જે ભૂમિકા હું નિભાવી શકી તે આદરણીય અડવાણીજીના કારણે નિભાવી શકી.
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન ૯ માર્ચે થવાનું છે. કિરણ રિજિજુએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે જાે વિપક્ષી પક્ષો સત્ર પહેલા પોતાનો વિરોધ ચાલુ રાખશે, તો તે તેમના માટે નુકસાનકારક હશે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ૧૨ ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં સબસ્ટેન્ટિવ મોશન રજૂ કર્યું છે. તેમણે રાહુલ પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. દુબેએ રાહુલનું સંસદ સભ્યપદ સમાપ્ત કરવા અને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

