National

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે ટીપુ સુલતાનની તુલના શિવાજી મહારાજ સાથે કરી

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની તુલના ટીપુ સુલતાન સાથે કરવા પર વિવાદ વધી ગયો છે. સપકાલે કહ્યું હતું-“ટીપુ સુલતાનને શિવાજી મહારાજની બરાબર માનવા જાેઈએ. તેઓ એક યોદ્ધા અને ભારતના ભૂમિપુત્ર તરીકે ઉભરી આવ્યા. તેમણે ક્યારેય ઝેરી વિચારસરણી અપનાવી ન હતી. સપકાલ ૧૪ ફેબ્રુઆરીએ બુલઢાણામાં માલેગાંવ નગર નિગમના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદની ઓફિસમાંથી ટીપુ સુલતાનની તસવીર હટાવવા પર થયેલા વિવાદ વિશે બોલી રહ્યા હતા. તેમણે ઠ પર એક પોસ્ટમાં લખ્યું- છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી બેમિસાલ છે, જ્યારે ટીપુ સુલતાન બહાદુર અને સ્વરાજ્યના પ્રેમી હતા. શિવાજી મહારાજને આદર્શ માનીને જ ટીપુ અંગ્રેજાે સામે લડ્યા.

કોંગ્રેસ નેતાના નિવેદનને ઝ્રસ્ દેવેન્દ્ર ફડણવીસે શરમજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું- કોંગ્રેસ નેતાને પોતાને શરમ આવવી જાેઈએ. સપકાલના નિવેદનના વિરોધમાં પુણેમાં તેમના પોસ્ટર સળગાવવામાં આવ્યા, સાથે જ એક કેસ પણ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાના નિવેદન પર મ્ત્નઁ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રેસિડેન્ટનું મગજ ખરાબ થઈ ગયું છે, તેઓ પાગલ થઈ ગયા છે. તેમણે આ માટે માફી માંગવી જાેઈએ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેમને તરત જ હટાવી દેવા જાેઈએ. હર્ષવર્ધન સપકાલે કહ્યું, ‘મને જે મૂળ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, મારું નિવેદન તે જ સંદર્ભમાં છે. મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે નિંદનીય છે. તેમણે કહ્યું કે હું ચર્ચા માટે તૈયાર છું. જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, મારા જવાબના સંદર્ભમાં જ મારું નિવેદન છે. જ્યાં સુધી શિવાજી મહારાજની વાત છે, તેમની તુલના કોઈની સાથે કરી શકાતી નથી.

શિવાજીનો જન્મ ૧૬૨૭માં થયો હતો. તેમણે મુઘલો અને દખ્ખણ (દક્ષિણ)ની રિયાસતો સામે લડીને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. ૧૬૭૫માં તેમનો રાજ્યાભિષેક થયો હતો. શિવાજીએ હૈંદવધર્મોદ્ધારક (હિંદુ ધર્મના રક્ષક)ની ઉપાધિ ધારણ કરી હતી. ૧૬૮૦માં તેમનું અવસાન થયું. બીજી તરફ, ટીપુ સુલતાન મૈસૂરના શાસક હતા. ૧૭૫૧માં જન્મેલા ટીપુ ૧૭૮૨માં પિતા હૈદર અલીના મૃત્યુ પછી મૈસૂરની ગાદી પર બેઠા. ચોથા આંગ્લ-મૈસૂર યુદ્ધ (૧૭૯૯)માં તેમનું અવસાન થયું. ટીપુ ફ્રેન્ચો પર ઘણો ભરોસો કરતા હતા. ૧૭૯૮માં ટીપુ અને નેપોલિયન વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. તેમાં નેપોલિયને અંગ્રેજાે વિરુદ્ધ એકતા અને તેમને ઉખાડી ફેંકવાનું કહ્યું હતું.