૧૯ ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે
જે ઝડપથી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આપણા જીવન સાથે જાેડાઈ રહ્યું છે, ભવિષ્યમાં આપણને શાળા-કોલેજમાં એવા અભ્યાસની જરૂર પડશે, જે ફક્ત AIનું જ જ્ઞાન આપતો હોય, જેથી છૈંની દુનિયામાં તેના પ્રોફેશનલ્સની કમી ન પડે. આ પડકારને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકાર અમરાવતીમાં દેશની પ્રથમ AI યુનિવર્સિટી બનાવવા જઈ રહી છે. હું આ સમયે અમરાવતીમાં તે જ જમીન પર ઊભો છું, જ્યાં ૧૯ ફેબ્રુઆરીએ ભવિષ્યને આકાર આપનારી છૈં યુનિવર્સિટીનો શિલાન્યાસ થવાનો છે. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ પણ આ દરમિયાન હાજર રહે તેવી સંભાવના છે.
મોટી વાત એ છે કે વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર ચિપ નિર્માતા કંપની એનવીડિયા આ કામમાં આંધ્રસરકારને મદદ કરી રહી છે. એનવીડિયા ટેકનિકલ સહયોગની સાથે-સાથે અહીં સિલેબસ, AI કોર્સ કિટ પણ તૈયાર કરાવશે. (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) આધારિત કમ્પ્યુટિંગ સંસાધનો પણ આપશે. જ્યારે યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી આંધ્ર સરકાર આપી રહી છે. હાલમાં તો ૬૫ એકર જમીન પર કામ શરૂ થઈ ચૂક્યું છે. ભવિષ્યમાં એનવીડિયા જેવી જ છૈં કંપનીઓ પણ જાેડાશે, જે રિસર્ચ લેબ્સ વિકસાવશે. આંધ્ર સરકારના સૂચના પ્રૌદ્યોગિકી સચિવ ભાસ્કર કટમનૈનીના મતે આ યુનિવર્સિટી IIT, IIITથી એકદમ અલગ છે. અહીં માત્ર ગ્રેજ્યુએશન નહીં થાય, પરંતુ ધોરણ ૮ થી જ છૈં ને સમજતા બાળકોને ભરતી કરશે. તેમને ઁરડ્ઢ સુધીનો અભ્યાસ કરાવશે. આ માટે સ્કોલરશિપ આપશે. ૨૦૨૮ સુધીમાં તે કાર્યરત થઈ જશે. ૨૦૨૯ થી પ્રવેશ શરૂ થશે.
આ જ યુનિવર્સિટીમાં દેશનું પ્રથમ સ્વદેશી લાર્જ લેંગ્વેજ મોડેલ તૈયાર થશે, જે ચેટજીપીટી અને જેમિનાઈથી આગળ ભારતીય ભાષાઓ, સંસ્કૃતિ અને સામાજિક જરૂરિયાતોને અનુરૂપ હશે. આ યુનિવર્સિટી દ્વારા દેશ-દુનિયાના ૫૦૦ AI સ્ટાર્ટઅપ્સને પણ મદદ કરવામાં આવશે. રતન ટાટા ઇનોવેશન હબ દ્વારા વિદ્યાર્થીઓને લાઇવ ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ્સ મળશે. તેમના સમાધાન માટે નવા છૈં ટૂલ્સ અહીં જ વિકસિત થશે. અમરાવતી એક મોટું શૈક્ષણિક કેન્દ્ર છે.

