ફ્રાન્સ સાથે ભારત ૧૧૪ રાફેલ વિમાનોનો સોદો ૩.૨૫ લાખ કરોડ રૂપિયામાં કરવા જઈ રહ્યું છે. ૧૭ ફેબ્રુઆરીથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની ત્રણ દિવસની ભારત યાત્રા શરૂ થઈ રહી છે. આ દરમિયાન આ ડીલ પર મહોર લાગશે. આ ૧૧૪માંથી ૨૪ વિમાન સુપર રાફેલ હશે, જેને ફ્રાન્સની વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશન F-5 નામથી બનાવી રહી છે.
હાલમાં વાયુસેના પાસે F-3 રાફેલ છે, જે ૪.૫ જનરેશનના ફાઈટર પ્લેન છે. તેમાં સ્ટેલ્થ ક્ષમતા છે. પરંતુ, નવા વિમાન F4 પેઢીના છે. તેથી તેમને ૫મી જનરેશનના કહેવામાં આવી રહ્યા છે. યુરોપિયન ધોરણો મુજબ F-5 રાફેલ ખરેખર છઠ્ઠી પેઢીના જેટ હશે. ફ્રાન્સ પછી આ પ્રકારના સૌથી શ્રેષ્ઠ વિમાન ભારતીય વાયુસેના પાસે હશે. F-5 હાલમાં વિકાસના તબક્કામાં છે. F-૪ નો પુરવઠો ૨૦૨૮-૨૯ થી શરૂ થશે. ૨૦૩૦ પછી જે પણ વિમાન મળશે, તે F-૫ શ્રેણીના સુપર રાફેલ હશે.
વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે સુપર રાફેલ અમેરિકાના હ્લ-૩૫ અને રશિયાના સુખોઈ-૫૭ કરતાં આગલી પેઢીનું ફાઈટર હશે. આ સોદા હેઠળ ૮૮ રાફેલ સિંગલ સીટર અને ૨૬ ડબલ સીટર હશે, જેનો ઉપયોગ ટ્રેનિંગ અને લડાયક બંને ભૂમિકામાં કરી શકાશે. ડસોલ્ટ એવિએશન પાસેથી ૧૮ વિમાન ઉડવા માટે તૈયાર સ્થિતિમાં મળશે. બાકીના ૯૬ ભારતમાં બનશે. તેના ૬૦% પાર્ટ્સ સ્વદેશી હશે. ભારતનો આ સૌથી મોટો સંરક્ષણ સોદો છે. હવે આ પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી પાસે મોકલવામાં આવશે.
આ પ્રસ્તાવને ૧૬ જાન્યુઆરીએ સંરક્ષણ ખરીદ બોર્ડ તરફથી મંજૂરી મળી ચૂકી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા રાફેલ વિમાનોની ખરીદીથી એર ડિફેન્સ અને બોર્ડર એરિયામાં તહેનાતીની ક્ષમતા મજબૂત થશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી કમિટીએ નેવી માટે ૬ અમેરિકી બોઇંગ ઁ૮-ૈં સર્વેલન્સ એરક્રાફ્ટ, કોમ્બેટ મિસાઇલો અને એર-શિપ આધારિત હાઈ એલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટ્સના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. આ તમામ સોદાઓની કુલ કિંમત ૩.૬૦ લાખ કરોડ રૂપિયા છે.
સેના એન્ટી ટેન્ક માઈન્સ, નૌકાદળ ટોહી વિમાન ખરીદશે
વાયુસેના માટે કોમ્બેટ મિસાઈલ, એર-શિપ આધારિત હાઈ એલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટ ખરીદવામાં આવશે.
સેના માટે એન્ટી-ટેન્ક માઈન્સ (વિભવ), આર્મર્ડ રિકવરી વ્હીકલ, ટી-૭૨ ટેન્ક તથા ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલના વાહન પ્લેટફોર્મના ઓવરહોલને મંજૂરી.નૌકાદળ માટે ૪ મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન આધારિત ઇલેક્ટ્રિક પાવર જનરેટર, ઁ૮ૈં લાંબા અંતરના દરિયાઈ રિકોનિસન્સ વિમાનની ખરીદીને મંજૂરી.ભારતીય તટરક્ષક દળ માટે ડોર્નિયર વિમાનો માટે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ/ઇન્ફ્રારેડ સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી. આનાથી તટરક્ષક દળની દરિયાઈ દેખરેખ ક્ષમતાની અસરકારકતા વધશે.
ૐછન્ પાસેથી ૨,૩૧૨ કરોડ રૂપિયામાં ૮ ડોર્નિયર વિમાન ખરીદવાની ડીલ
રક્ષા મંત્રાલયે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે આઠ ડોર્નિયર ૨૨૮ વિમાન ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ૨,૩૧૨ કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ કરાર ગુરુવારે રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં થયો હતો.આ ખરીદી બાય (ઇન્ડિયન) શ્રેણી હેઠળ કરવામાં આવી છે. આ વિમાનોમાં ઓપરેશનલ સાધનો લાગેલા હશે, જેનાથી કોસ્ટ ગાર્ડની ક્ષમતા અને દરિયાઈ સુરક્ષા મજબૂત થશે.
રક્ષા બજેટ માટે ૭.૮ લાખ કરોડ મળ્યા
કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં રક્ષા મંત્રાલયને ૭.૮ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે કુલ બજેટના ૧૪.૬૭% છે. આધુનિકીકરણ માટે નિર્ધારિત ૨.૧૯ લાખ કરોડ રૂપિયામાંથી ૧.૮૫ લાખ કરોડ રૂપિયા મૂડીગત ખરીદી માટે નક્કી કરવામાં આવ્યા છે, જે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં લગભગ ૨૪% વધુ છે.
મેક ઇન ઇન્ડિયા હેઠળ થશે સોદો
આ સોદો ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ કરવામાં આવશે. ડસોલ્ટ એવિએશન એક ભારતીય કંપની સાથે મળીને આ વિમાનો બનાવશે. હાલમાં ડસોલ્ટે ડસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ (ડ્ઢઇછન્) માં પોતાનો હિસ્સો ૪૯% થી વધારીને ૫૧% કર્યો છે. આ જાેઈન્ટ વેન્ચરમાં અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભાગીદાર છે.
ડસોલ્ટ તમામ ૧૧૪ રાફેલ જેટમાં ભારતીય હથિયારો, મિસાઇલો અને દારૂગોળાને ઈન્ટીગ્રેટ કરશે. સાથે જ સુરક્ષિત ડેટા લિંક પણ ઉપલબ્ધ કરાવશે, જેનાથી વિમાનોને ભારતીય રડાર અને સેન્સર સિસ્ટમ સાથે જાેડી શકાશે.કંપની એરફ્રેમ નિર્માણ માટે ટેકનોલોજી ટ્રાન્સફર (્ર્) પણ આપશે. એન્જિન નિર્માતા સાફ્રાન અને એવિઓનિક્સ કંપની થેલ્સ પણ આ પ્રક્રિયાનો ભાગ બનશે. ટેકનોલોજી ટ્રાન્સફર પૂર્ણ થયા પછી આ વિમાનોમાં સ્વદેશી કન્ટેન્ટ ૫૫ થી ૬૦ ટકા સુધી હોવાની અપેક્ષા છે.
એરફોર્સે સપ્ટેમ્બર ૨૦૨૫માં માંગ કરી હતી
એરફોર્સે સપ્ટેમ્બર ૨૦૨૫માં ૧૧૪ વધારાના રાફેલ જેટની માંગ રક્ષા મંત્રાલયને મોકલી હતી. એરફોર્સ પાસે પહેલાથી જ ૩૬ રાફેલ વિમાન છે, જ્યારે નૌકાદળે ૨૬ મરીન વેરિઅન્ટ રાફેલનો ઓર્ડર આપ્યો છે. અંબાલા એરબેઝ પર રાફેલનું ટ્રેનિંગ અને સ્ઇર્ં (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) સેન્ટર પહેલેથી જ કાર્યરત છે. એરફોર્સ પાસે તરત જ બે સ્ક્વોડ્રન (૩૬-૩૮ વિમાન) સામેલ કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પેરપાર્ટ્સ અને પ્રશિક્ષિત સ્ટાફ ઉપલબ્ધ છે.

