Gujarat

ગાંધીનગરમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ

ગાંધીનગરમાં ચિલોડા પોલીસે ચંન્દ્રાલા નાકા પાસે ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન કેફી દ્રવ્યોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જાેકે ચંન્દ્રાલા નાકા પોઇન્ટ પાસે પોલીસની ફિલ્ડિંગ જાેઈને બાઇક સવાર બે શખસો ૪૭ હજારથી વધુની કિંમતનો ૪.૭૫૦ કિલો ગાંજાે ભરેલો થેલો મૂકીને નાસી છૂટ્યા હતા. આ અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચંન્દ્રાલા નાકા પાસે ગત રાત્રે એક ફિલ્મી ઘટના બની હતી. હિંમતનગર તરફથી આવતા વાહનોના ચેકિંગ દરમિયાન પોલીસને જાેઈ ગભરાયેલા બે બાઈક સવારો રૂ. ૪૭,૫૦૦ની કિંમતનો ગાંજાે અને બાઇક મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. ચિલોડા પોલીસ સ્ટેશનના એસ.જે. ચૌહાણની ટીમ ગઈકાલે રાત્રે ૧૧:૧૫ વાગ્યાના અરસામાં ચંન્દ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન બાઇક (નંબર ય્ત્ન-૨૪-મ્મ્-૩૧૩૪) પર બે શખસો શંકાસ્પદ રીતે થેલો ભરાવીને આવતા જણાતા પોલીસે તેમને ઉભા રાખવા ઈશારો કર્યો હતો.

જાેકે, પોલીસને જાેઈ આરોપીઓએ બાઈક ઉભી રાખવાને બદલે રોંગ સાઈડમાં ભગાવી મૂકી હતી. જેના પગલે પોલીસ ટીમે તાત્કાલિક સરકારી વાહન સાથે તેમનો ફિલ્મી રીતે પીછો શરૂ કર્યો હતો. પરંતું આરોપીઓ ચંન્દ્રાલા પુલ નીચેથી વળીને નાના ગરનાળા પાસે સર્વિસ રોડ પર બાઈક અને તેના પર લટકાવેલો થેલો મૂકીને અંધારામાં ભાગી ગયા હતા.

બાદમાં પોલીસે બાઈકના હૂક પર લટકાવેલી બ્રાઉન કલરની બેગની તપાસ કરતા તેમાંથી નશીલા પદાર્થ જેવી વિશિષ્ટ વાસ આવતી હતી. આ ઘટનાની ગંભીરતા જાેઈ તાત્કાલિક હ્લજીન્ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેમણે પદાર્થનું ભૌતિક પરીક્ષણ કરતા તે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાે હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાહેર કર્યું હતું. જેના પગલે પોલીસે ૪૭,૫૦૦ ની કિંમતનો ૪.૭૫૦ કિલોગ્રામ ગાંજાે તેમજ બાઇક મળીને કુલ રૂ. ૯૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.