Gujarat

કલોલના ભ્રષ્ટ બાબુઓ પર ACB ત્રાટકી

સિટી સર્વે કચેરીના બે સર્વેયર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા, જમીનની ૧૦ નોંધ પાડવા રૂપિયા માગ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં સરકારી કચેરીઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના નેટવર્ક પર એન્ટિ કરપ્શન બ્યુરોએ તવાઈ બોલાવી છે. કલોલ સિટી સર્વે કચેરીમાં જમીનની નોંધ પાડવાના બદલામાં હજારો રૂપિયાની લાંચ માંગતા બે સરકારી કર્મચારીઓને છઝ્રમ્ની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, બંને લાંચિયા અધિકારીઓ જમીનની નોંધ પાડવા એક એન્ટ્રી દીઠ ૫ હજારનો વહીવટ લેતા હોવાની ચોક્ક્સ બાતમીના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. એન્ટી કરપ્શન બ્યુરોને ખાનગી રાહે ચોક્ક્સ બાતમી મળી હતી કે, કલોલ સિટી સર્વે કચેરીમાં ભ્રષ્ટાચાર ફુલેફાલ્યો છે. અહીં આવતા અરજદારો પાસેથી જમીનની પ્રત્યેક એક નોંધ પાડવા માટે રૂ. ૫,૦૦૦નો ગેરકાયદેસર વહીવટ કરવામાં આવે છે.

આ માહિતી આધારે છઝ્રમ્ના મદદનીશ નિયામક આશુતોષ પરમારના સુપરવિઝન હેઠળ પીઆઇ એચ. બી. ચાવડા સહિતની ટીમે એક જાગૃત નાગરિકના સહયોગથી ડીકોય ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આયોજન મુજબ જ્યારે ડીકોયર લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે આ બંને અધિકારીઓએ કોઈ પણ ડર વગર નાણાં સ્વીકાર્યા હતા. તે જ સમયે પૂર્વતૈયારી સાથે છઝ્રમ્ની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા અને લાંચની રકમ રિકવર કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, સિનિયર સર્વેયર પંકજકુમાર પરમાર અને સર્વેયર રાજકુમાર જયસ્વાલ દ્વારા કુલ ૧૦ નોંધો પાડવાના બદલામાં રૂ.૫૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાથી કલોલમાં સરકારી બાબુઓ દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર જાણે સામાન્ય બની ગયો હોય તેમ જણાય છે. નોંધનીય છે કે આ ઘટનાના માત્ર બે દિવસ અગાઉ જ પાટણ છઝ્રમ્ની ટીમે કલોલ તાલુકા પંચાયતમાં સપાટો બોલાવ્યો હતો.

જેમાં આઉટસોર્સ બ્લોક એન્જિનિયર સાગર ભાલકીયા રૂ. ૮,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો હતો. આમ સતત બીજા દિવસે ભ્રષ્ટ કર્મચારીઓ પકડાતા અન્ય સરકારી વિભાગોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સિટી સર્વે કચેરી જેવા મહત્વના વિભાગમાં જાહેરમાં ચાલતા આ ભ્રષ્ટાચારના પર્દાફાશ બાદ છઝ્રમ્એ બંને સર્વેયર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.