Gujarat

બેચરાજી APMC ના ડાયરેક્ટરની ૧૩ કરોડના સાયબર ફ્રોડમાં ધરપકડ

ગુજરાતમાં સાયબર ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા ૩ મહિનાથી નાસતા ફરતા અને દેશભરમાં અંદાજે ૧૩ કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સાગરીત હિરેન લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે, પકડાયેલો આરોપી હિરેન પટેલ બેચરાજી છઁસ્ઝ્ર માર્કેટમાં છેલ્લા ૫ વર્ષથી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે અને સમાજમાં પ્રતિષ્ઠિત વેપારીની છાપ ધરાવે છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મહેસાણાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો આરોપી હિરેન પટેલ સુરતના વરાછા ઉમિયાધામ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ૪૬ વર્ષીય હિરેન પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ મહેસાણાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામનો રહેવાસી છે અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર રાધે ર્કિતન ફ્લેટમાં ય્-૧૩૦ નંબરના મકાનમાં રહે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હિરેન પટેલે ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવાના હેતુથી પોતાની પત્ની પ્રેમીલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકની બહુચરાજી શાખામાં સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું.

આ ખાતામાં ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણા જમા કરાવવામાં આવતા હતા. હિરેન પટેલ પોતે જ આ નાણાં ચેક દ્વારા ઉપાડી લેતો હતો. પત્નીના ખાતામાંથી અંદાજે ૧૬,૬૮,૦૦૧ રૂપિયા રોકડ ઉપાડી અંગત ઉપયોગમાં લીધા હોવાની પ્રાથમિક વિગતો મલી છે. આરોપી હિરેન પટેલની પ્રોફાઈલ જાેઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તે છેલ્લા ૫ વર્ષથી બેચરાજી છઁસ્ઝ્ર (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)માં ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. આ ઉપરાંત તે છઁસ્ઝ્રમાં ‘પટેલ હિરેનકુમાર લક્ષ્મણભાઈ એન્ડ કંપની‘ના નામે વેપારની પેઢી પણ ધરાવે છે. આરોપી દિવસ દરમિયાન વેપાર અને સમાજસેવા કરતો હતો અને રાત્રે સાયબર માફિયાઓ સાથે મળી કૌભાંડ આચરતો હતો.

હિરેન પટેલ સામેની તપાસમાં એક પછી એક મોટા ફ્રોડના આંકડા સામે આવ્યા છે. તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઝારખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં ૨૧થી વધુ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં સૌથી મોટું ફ્રોડ મુંબઇ સાઉથ સાયબર ક્રાઈમમાં નોંધાયેલું છે, જે અંદાજે ૫,૮૮,૮૬,૯૫૭ રૂપિયાનું છે. આરોપીએ કુલ મળીને દેશભરમાં ૧૧,૯૩,૫૨,૫૨૫ અને સુરતની ફરિયાદ મળીને આ આંકડો ૧૩ કરોડને પાર કરી ગયો છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, હિરેન પટેલે ખેરાલુના જાવેદ અને ઉત્તરપ્રદેશના લખનૌના ‘મિશ્રાજી‘ નામના શખસો સાથે નેટવર્ક બનાવ્યું હતું. આરોપીએ પોતાના ૐડ્ઢહ્લઝ્ર બેંકના ખાતામાં માત્ર એક જ દિવસમાં સાયબર ફ્રોડના ૫ કરોડ રૂપિયા મેળવ્યા હતા અને ત્યાર બાદ ત્વરિત ગતિએ આ રકમ અન્ય અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખી હતી. આ વ્યવહારોથી સાયબર ક્રાઈમનું મોટું આંતરરાજ્ય નેટવર્ક હોવાનું સાબિત થાય છે. આ ગુનામાં આરોપીની પત્ની પ્રેમીલા પટેલની બેચરાજી પોલીસે અગાઉ ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ધરપકડ કરી હતી. હાલમાં તેની પત્ની પાટણની સુજનીપુર જેલમાં બંધ છે. હિરેન પટેલે પકડાઈ જવાની બીકે મહેસાણાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ તેની કરતૂતોની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન ના મળતા તે સુરત આવીને છૂપાયો હતો. આરોપી હિરેન પટેલ માત્ર સાયબર ક્રાઈમમાં જ નહીં પણ આર્થિક છેતરપિંડીના અન્ય કિસ્સામાં પણ સંડોવાયેલો છે. હિરેન પટેલ સામે મહેસાણામાં ૧૨ લાખ રૂપિયાના બે અલગ અલગ ચેક રિટર્નના કેસ પણ ચાલી રહ્યા છે. આ ઉપરાંત સુરત શહેર સાયબર ક્રાઈમમાં પણ ૧૯,૯૧,૦૦૦ ના ફ્રોડની ફરિયાદ નોંધાયેલી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હવે હિરેન પટેલનો કબજાે બેચરાજી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય.