Gujarat

લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે લાલજી પટેલનું નિવેદન

ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્ન નોંધણીના કાયદા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર ‘ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ‘માં સુધારો કરવા જઈ રહી છે, જેમાં હવે લગ્નની નોંધણી માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવાની જાેગવાઈ પર વિચારણા કરવામાં આવી રહી છે. વિધાનસભા ગૃહમાં નિયમ ૪૪ હેઠળ આ બાબતની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લગ્ન નોંધણીના નવા સુધારા અંગે આગામી ૩૦ દિવસ સુધી જનતાના વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલા યોગ્ય સૂચનોને ધ્યાને લઈ કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે.

લગ્ન નોંધણી ના કાયદા માં સુધારો આવે એ માટે લડત આપી રહેલા જીઁય્ અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, જાે આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે નાયબ મુખ્યમંત્રી દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવા જઈ રહ્યા છે, પણ હજી સુધી ઓફિશિયલ એવી કોઈ જાહેરાત મળી નથી કે શું સુધારો કરવા માગે છે. તો આજે જ્યારે સુધારાની વાત કરી રહ્યા છે અને અમારી જાેડે જ્યારે ડિટેલ આવશે એટલે ૧૦૦ ટકા જાે અમારા પાંચ નિયમ પ્રમાણે સરકારે સુધારો કર્યો હશે તો ચોક્કસ આ સરકારને અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને આખી સરકારને જીઁય્ દ્વારા અભિનંદન આપીશ.

પણ હજી તો તેલ જુઓ અને તેલની ધાર જુઓ, જાેયા વગર બોલવાનું નથી. એટલા માટે કે આ માતા-પિતાની લડાઈ છે, યુવા દીકરીઓની લડાઈ છે. આમાં કોઈ કાચું કપાઈ ન જાય અને કોઈ ઉતાવળિયો ર્નિણય ના આવે એ માટે સર્વ સમાજ રાહ જાેઈને બેઠો છે. આ લડાઈની અંદર સર્વ સમાજ થકી અને જીઁય્ના નેજા હેઠળ છેલ્લા પાંચ વર્ષથી અમે પાંચ મુદ્દા ઉપર લડી રહ્યા છીએ. એટલે મુખ્યમંત્રીના જ્યારે લેટર ઓફિશિયલ આવશે તો ચોક્કસ આ મુદ્દાને અમે આગળ વિસ્તૃતમાં વાત કરીશું.