રાહુલ ગાંધી દ્વારા દિલ્હી AI સમિટ માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસ દ્વારા તેની મૂળભૂત મુદ્રામાં આ વિરોધ કરવામાં આવેલ. કોંગ્રેસનો આ વિરોધ માત્ર એ આઈ નો નહીં ભારત ના વિકાસ નો પણ વિરોધ કોંગ્રેસ ના રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ. રાહુલ ગાંધી નો આ તબક્કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર શહેર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, દંડક કેતન નાખવા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, યુવા મોરચા પ્રમુખ સહદેવ ડાભી, યુવા મહામંત્રી દુષ્યંત સોલંકી, કેતન કોટક, મહીલા મોરચા, અનુ મોરચા, કિસાન મોરચા, સહિત વિવિધ મોરચાના પદાધિકારીઓ, શહેર સંગઠન ના હોદેદારો, કોર્પોરેટરો, સહિત કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ હાય હાય, રાહુલ ગાંધી હાય હાય ના સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.


