National

દિલ્હીમાં ધાર્મિક-ઐતિહાસિક સ્થળો લશ્કર-એ-તૈયબાના નિશાના પર

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ભારતના કેટલાક મુખ્ય ધાર્મિક સ્થળો પર હુમલો કરી શકે છે. ગુપ્ત માહિતી મળ્યા બાદ શનિવારે દિલ્હીના મુખ્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિતી મળી છે કે આતંકવાદી સંગઠન ૈંઈડ્ઢ (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) દ્વારા લાલ કિલ્લા અને ચાંદની ચોક આસપાસના વિસ્તારમાં હુમલો કરાવી શકે છે. ખાસ કરીને ચાંદની ચોક વિસ્તારના એક મંદિર પર ખતરાની આશંકા છે. જાેકે, આ માહિતીની હજુ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે.

કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. ઝ્રઝ્ર્ફ સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે, વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને સંવેદનશીલ સ્થળોએ વધારાનો પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્વિક રિએક્શન ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ લોકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિની તરત જ પોલીસ અથવા ઇમરજન્સી સેવાઓને જાણ કરવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી, આ પગલાં ફક્ત સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યા છે.

આ એલર્ટ ૧૦ નવેમ્બર ૨૦૨૫ ના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પછી આવ્યું છે. તે વિસ્ફોટમાં ૧૩ લોકોના મોત થયા હતા અને ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે વિસ્ફોટકો ભરેલી કાર ફાટતા આસપાસ ઉભેલી ઘણી ગાડીઓમાં આગ લાગી ગઈ હતી અને વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.

૬ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના ઇસ્લામાબાદની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે લશ્કર ભારતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.