Gujarat

‘કોંગ્રેસની કુંડળીમાં બારમે રાહુ, તેથી ૩૦ વર્ષથી વિપક્ષમાં‘ હું ‘લ‘ નથી બોલ્યો ખાલી ‘રાહુ‘ બોલ્યો છું : કાનગડનો કટાક્ષ

રાહુલ ગાંધીએ જેમ સંસદમા આંખ મારી હતી તેમ જ ગુજરાત વિધાનસભામાં શૈલેષ પરમારે રાહુલ ગાંધીની ‘કોપી‘ કરી હતી. જ્યારે ભાજપના સ્ન્છ ઉદય કાનગડે જ્યોતિષી બની ભવિષ્યવાણી કરી હતી. હેમંત ખવાની રમૂજી જાહેરાતથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. વિધાનસભામાં ચોથા દિવસે નેતાઓએ ગુફ્તેગો કરીને કેવો માહોલ બનાવ્યો હતો જાણો. ખેડૂતોને સહાય અંગે જીતુ વાઘાણી જવાબ આપી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ ‘મફત વીજળી આપો’ના સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. ટ્રેક્ટર લઈને વિરોધ કરવા આવેલા હેમંત ખવાને લઈને વાઘાણીએ કટાક્ષ કર્યો “જે ટ્રેક્ટર લઈને આવ્યા છે, તેની સહાય પણ સરકારે જ આપી છે!” ગૃહમાં ફરી હાસ્ય. ગોપાલ ઇટાલિયાના પોસ્ટર અને પ્રદર્શનની વાત કરતા શૈલેષ પરમારે ભાજપના નેતાઓ સામે જાેઈને બે વખત આંખ મારી ગૃહમાં આશ્ચર્ય! અને વાઘાણી એ બોટલ ગૃહમાં લઈને આવ્યા છો તો કોઈ સભ્ય પર ફેંકો તો તેવી સંભાવના પર શૈલેષ પરમાર એ કહ્યું કે, “મારું મગજ ઠેકાણે છે”.

ઇટાલિયાના સૂત્રોચ્ચાર પર મોઢવાડિયાએ પણ ટપલી મારતાં કહ્યું કે, તમારા નેતા દારૂ વેચીને કમાયા. એમ કહી રાજકીય તીર ચલાવ્યા. લગ્ન નિયમોનું બિલ પાસ થશે તો પોતાના ઘરેથી ચાલીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પાઘડી પહેરાવવા જવાની હેમંત ખવાની રમૂજી જાહેરાતે ગૃહમાં હળવું વાતાવરણ સર્જ્યું. ચર્ચાનો ક્લાઈમેક્સ ત્યારે આવ્યો જ્યારે રાજ્યપાલના અભિભાષણ પર ભાજપ સ્ન્છ ઉદય કાનગડ ગૃહમાં જ્યોતિષી બની ગયા! “કોંગ્રેસની કુંડળીમાં બારમે રાહુ છે, કેતુ પણ ભળ્યો છે, તેથી ૩૦ વર્ષથી વિપક્ષમાં જ બેઠા છે,” એમ કટાક્ષ કરતાં ભાજપની કુંડળીમાં ‘ગુરુ’ સત્તા અપાવે છે એવો દાવો કર્યો. અને રાહુની વાત કરતા કટાક્ષ કર્યો કે હું ‘લ‘ નથી બોલ્યો ખાલી ‘રાહુ‘ બોલ્યો છું, ગૃહમાં રાજકારણ સાથે જ્યોતિષનો મસાલો પણ મિક્સ થયો.