ઓરિસ્સા
આ સુવિધા દૂર અને અંતરિયાળ જગ્યાસુધી તબીબી સુવિધાઓ તો પહોંચશે સાથે સાથે જાણવામાં પણ સરળતા રહેશે કે કઈ જગ્યા પર કેવા પ્રકારની સુવિધાઓની જરૂર છે.દા.ત. ડોક્ટર એવા અંતરિયાળ ગામડામાં રહેતા લોકોનું નિદાન કરી શકશે જેમના સુધી પહોંચવું અત્યારસુધી જે ખુબ કપરું કામ હતું. સાથે જ સ્વસ્થ્યકર્મી આવા વિસ્તારની તપાસ કરીને તબીબી સુવિધાઓનું મૂલ્યાંકન કરી શકશે. નવીન પટ્ટનાયક સરકાર દ્વારા આપી રહેલ આ સુવિધાનું નામ છે મુખ્યમંત્રી વાયુ સ્વાસ્થ્ય સેવા. આ સુવિધા અંતર્ગત ગરીબોને સંપૂર્ણ રીતે મફત એયર એમ્બ્યુલન્સ સુવિધા મળશે. ઓરિસ્સા ના સ્વાસ્થ્યમંત્રી નાબા કિશોર દાસે કહ્યું છે કે “એયર એમ્બ્યુલન્સની સેવા મલકાનગીરી, નબરંગપુર,નુઆપાડા, અને કાલાહાંડી જીલ્લાના લોકો ને મફતમાં આ સેવા પૂરી પાડવામાં આવશે. આ સુવિધાને અંતર્ગત ડોક્ટરની ટીમો ને જિલ્લાના દવાખાનાઓ સુધી હવાઈ માર્ગે મોકલવામાંઆવશે જેથી સારી રીતે નિદાન કરી શકાય અને જરૂર પડ્યે એમને ભુવનેશ્વર કે કટક સુધી એયરલીફ્ટ કરી શકાય.” સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત અન્ય વિસ્તારોમાં પણ એયર એમ્બ્યુલન્સ ની સુવિધા પૂરી પાડવામાં આવશે. જેના માટે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોથી મદદ મેળવવામાં આવશે.બરહામપુર સ્થિત એમ.કે.સી.જી મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, બુરલા સ્થિત વી.આઇ.એમ.એસ,એ.આર. અને ઘણી ખાનગી હોસ્પિટલોની ટીમોનું પણ ગઠન કરવાની વાત કહેવાય છે.જમીન પર એમ્બ્યુલન્સ જાેવા નથી મળતી અને તમે આકાશમાં જાેવાની વાત કરો છો. ઓરિસ્સા સરકાર હવે વાત કરી રહી છે કે તેમણે ગરીબ અને વંચિત લોકો માટે સમયસર સારવાર મળી રહે તે માટે એર એમ્બ્યુલન્સ ની સેવાની શરૂઆત કરી છે. સોમવાર ૨૦ ડિસેમ્બર એ મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકે ભુવનેશ્વર સ્થિત બિજુ પટનાયક એયરપોર્ટ પર આ સેવાની શરૂઆત કરી છે. આ સાથે જ ઓરિસ્સા દેશના એવા ગણ્યા-ગાંઠ્યા રાજ્યોમાં સામેલ થઈ ગયા છે,જ્યાં લોકોને એયર એમ્બ્યુલન્સ ની સુવિધા મળેછે. આ સુવિધાનો ઉદેશ્ય ગરીબ અને સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત વિસ્તારના રહીશોને સરળ અને ઉત્તમ મફત સેવા મળી શકે. હાલમાં ઓરિસ્સા ના ફક્ત ૪ જિલ્લાઓમાં જ એયર એમ્બ્યુલન્સની શરૂઆત કરી છે જેમાં મલકાનગરી,નબરંગપુર,નુઆપાડા, અને કાલાહાંડી નો સમાવેશ થાય છે.સરકાર ની તરફ થી કહેવાય છેકે આ સુવિધાઓને લીધે જિલ્લા અને જનજાતિના સમૂહોને ઉત્તમ અને મફત સેવાઓ પ્રાપ્ત થશે.