Gujarat

સિવિલ અમદાવાદના બાળરોગ સર્જરી વિભાગની મોટી સિદ્ધિ

૮ વર્ષના બાળકનો જાેખમી મોટા આંતરડાનો પોલીપ (ગાંઠ)સફળતાપૂર્વક ઓપન સર્જરી વગર એન્ડોસ્કોપી થી દૂર કર્યો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગ દ્વારા પ્રથમ વખત કોલોનોસ્કોપી દ્વારા મોટા કદના કોલોનિક પોલીપને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હોસ્પિટલ માટે ખૂબ ગૌરવપૂર્ણ છે તેમ સિવિલ હોસ્પિટલ રાકેશ જાેષી એ જણાવ્યું હતું.

સિવિલમાં શરૂ કરવામાં આવેલ આ સર્જરી ની સુવિધા વિશે વધુ વાત કરતા સિવિલના પીડીયાટ્રિક્સ સર્જરી વિભાગના વડા ડૉ. જાેશી એ જણાવ્યું હતું કે,

વ્યવસાયે ટેલર અને ખાનગી કંપનીમાં કર્મચારી એવા જિગ્નેશ પ્રજાપતિના ૮ વર્ષીય પુત્ર પ્રણવ પ્રજાપતિને છેલ્લા ત્રણ મહિનાથી ગુદામાર્ગથી રક્તસ્રાવ તથા પેટમાં તીવ્ર દુખાવાની સમસ્યા હતી. સ્થાનિક સ્તરે દવાઓથી સારવાર કરાઈ છતાં રાહત ન મળતા, બાળકને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. વિસ્તૃત તપાસ દરમિયાન બાળકની ટ્રાંસવર્સ કોલોન એટલે કે મોટા આંતરડા ના ભાગમાં એક મોટો પોલીપ હોવાનું નિદાન થયું. તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ડૉ. રાકેશ જાેશી (બાળરોગ સર્જન), ડૉ. ભૂમિત પટેલ (ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ) અને ડૉ. સીમા ગાંધી (એનેસ્થેટિસ્ટ)ની નિષ્ણાત ટીમ દ્વારા કોલોનોસ્કોપિક પોલીપેક્ટોમીની આધુનિક પદ્ધતિથી શસ્ત્રક્રિયા કરવામાં આવી.

ગેસ્ટ્રોફિઝિયન ડ્ઢિ ભૂમિત પટેલ સાથે મળી ને આ પ્રથમ ંરીટ્ઠિॅીેંૈષ્ઠ કોલોનોસ્કોપી સિવિલ હોસ્પિટલ ના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં કરવામાં આવી.

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે, સિવિલ હોસ્પિટલમાં આટલા મોટા કદના પોલીપને કોલોનોસ્કોપી દ્વારા દૂર કરવાની આ પ્રથમ સફળ ઘટના છે.

શસ્ત્રક્રિયા સંપૂર્ણપણે સફળ રહી અને ત્યારબાદનો સમયગાળો કોઈપણ કોમ્પ્લિકેશન વગર પસાર થયો. બાયોપ્સી રિપોર્ટમાં પોલીપ “બિનાઇન” એટલે કે સાદી ગાંઠ હોવાનું પુષ્ટિ થઈ. આ સર્જરી પછી બાળકને હવે ગુદા માર્ગથી કોઈ રક્તસ્રાવ થયો નથી અને હાલ બાળક સંપૂર્ણપણે સ્થિર અને સ્વસ્થ છે તેમ ડોક્ટર જાેશી એ જણાવ્યું હતું

સિવિલ અમદાવાદમાં આ નવી સુવિધા શરૂ થતાં હવે બાળકોમાં કોલોનિક પોલીપ જેવી જટિલ સમસ્યાઓ તેમજ ડિયગ્નોસ્ટિક કોલોનોસ્કોપી થઈ સક્સે અને ઓપન સર્જરીની જરૂરિયાત ઘટાડાશે અને ઓછા દુખાવા, ઓછા જાેખમ અને ઝડપી સ્વસ્થતા સાથે આ સારવાર શક્ય બનશે. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગની આ ઉપલબ્ધિ રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સમાન છે.