સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર માનવતા શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કપડા ધોવાના બહાને રૂમ પર બોલાવી, તેને બંધક બનાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બાપોદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી યુવકની અટકાયત કરી છે.
આરોપીએ વિદ્યાર્થિનીને કપડા ધોવાના બહાને બોલાવી મળતી માહિતી મુજબ, આરોપી આકાશસિંઘ વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભિયાસ કરતી વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયો હતો. બન્ને ચેટિંગમાં વાત પણ કરતા હતાં.
વિદ્યાર્થિનીને કપડા ધોવા હોવાથી આરોપી આકાશસિંઘના રૂમે વોશિંગ મશીન હોવાથી તેણે મિત્રતામાં બોલાવી હતી. વિદ્યાર્થિનીને વારંવાર બોલાવ્યા બાદ તે આરોપીના રૂમે પહોંચી હતી. બાદમાં રાત્રિનો સમય હોવાથી આરોપીએ માયાજાળ રચી વિદ્યાર્થિનીને રાતનો સમય છે, અહીંયાથી નહીં જવાય અને કોઈ જોશે તો કેવું લાગશે? કહી રોકી રાખી હતી.

