વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરમાં રહેતા 30 વર્ષીય L&Tના એન્જિનિયર નીરવ ગોપાલરાવ વિચારેએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બેડરૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર, નીરવ ગોપાલરાવ વિચારે L&T કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. આ યુવક નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ તેમણે પોતાના બેડરૂમમાં ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હતો.

મૃતક યુવકના પિતા ગોપાલ રાવે જણાવ્યું હતું કે, મારો પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી આ જગ્યાએ કામ કરતો હતો. તેણે આ પગલું કેમ ભર્યું તે કઈ ખબર પડતી નથી. અમે પુત્રના મોતના આગળના દિવસે જ શિમલા દસ દિવસના પ્રવાસે જઈને આવ્યા છીયે. એના મિત્ર અને કંપનીમાં તપાસ કરી, પરંતુ કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી. મારો દીકરો એકદમ સીધો હતો તેને છોકરીઓ પ્રત્યે નફરત હતી એટલે પ્રેમ પ્રકરણ કે એવું નથી. તેને આપઘાત કર્યો તે અમારા માટે પણ એક પ્રશ્ન છે કે આવું શા માટે કર્યું.

