National

જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં ગુરુવારે બરફવર્ષા થઈ. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ અને મનાલીમાં તાજી બરફવર્ષા નોંધાઈ. ભારતીય હવામાન વિભાગે પહાડી વિસ્તારો માટે આગામી કેટલાક દિવસો માટે પહેલેથી જ ચેતવણી જાહેર કરી હતી. ઉત્તરાખંડમાં આજે પણ મેદાની વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

અહીં વાવાઝોડું ફૂંકાવાની પણ શક્યતા છે. આજે અને આગામી બે દિવસ માટે આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ ૩૦-૫૦ કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.રાજસ્થાનમાં માર્ચ મહિનામાં જ લૂ ફૂંકાવા લાગી છે. બુધવારે જેસલમેર, બાડમેર અને બાલોતરાના વિસ્તારોમાં તેની અસર જાેવા મળી. અહીં મહત્તમ તાપમાન ૩૯ થી ૪૧°ઝ્ર નોંધાયું.

આગામી દિવસોમાં તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે હીટવેવથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જાેકે, ગુરુવારે હીટવેવની અસર રહેશે નહીં. અહીં ૧૪ માર્ચે ૮ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.