Gujarat

17 માર્ચે PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ

વેરાવળ ડિવિઝન હેઠળ પીજીવીસીએલ દ્વારા બાકીદારો સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વીજ બિલની બાકી રકમ વસુલવા માટે આગામી 17 માર્ચના રોજ મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી રહી છે, જેમાં એકસાથે 82 ટીમો મેદાનમાં ઉતરી બાકીદારો સામે કાર્યવાહી કરશે. સમયસર બિલ નહીં ભરનારાઓ માટે આ ડ્રાઇવ ચેતવણીરૂપ બની છે.

પીજીવીસીએલ વેરાવળના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત 25 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ અત્યંત સફળ રહી હતી. આ અભિયાન દરમિયાન માત્ર એક જ દિવસમાં બાકીદારો પાસેથી આશરે ₹2.23 કરોડ જેટલી રકમ પીજીવીસીએલમાં જમા થઈ હતી. આ સફળતા બાદ હવે ફરી એક વખત વધુ કડક અને વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

17 માર્ચે યોજાનારી આ ડ્રાઇવમાં વેરાવળ ડિવિઝનની કુલ સાત સબ ડિવિઝનોમાં 82 જેટલી ટીમો તૈનાત કરવામાં આવશે. જેમાં

  • આકોલવાડી સબ ડિવિઝન – 10 ટીમ
  • પ્રભાસ પાટણ સબ ડિવિઝન – 10 ટીમ
  • પ્રાચી સબ ડિવિઝન – 14 ટીમ
  • સુત્રાપાડા સબ ડિવિઝન – 10 ટીમ
  • તાલાળા સબ ડિવિઝન – 10 ટીમ
  • વેરાવળ શહેર – 18 ટીમ
  • વેરાવળ GIDC સબ ડિવિઝન – 10 ટીમ