અમરેલીના કેરિયાચાડમાં પંચાયત દ્વારા ૧૫૦૦ ગ્રામજનોને નિઃશુલ્ક માસ્ક વિતરણ
અમરેલી, તા. ૨૧ એપ્રિલ
સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ આગેવાનો સમાજને અલગ-અલગ રીતે મદદ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના કેરીયાચાડ ગામમાં આજરોજ ગ્રામ પંચાયત તરફથી ઘરે-ઘરે પરિવારના દરેક વ્યક્તિઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરપંચશ્રી રાવતભાઇ પુંજાભાઇ ધાધલ તેમજ તલાટી કમ મંત્રીશ્રી પારૂલબેન ચુડાસમાના સહિયારા પ્રયત્નો તેમજ આરોગ્ય વિભાગના આશા બહેનો તથા આંગણવાડી વર્કર ના સહયોગથી સંપૂર્ણ ગામમાં આશરે ૧૫૦૦ જેટલાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરપંચશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સામે ગ્રામજનોને રક્ષિત કરવાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોનાથી બચવા માસ્ક ખૂબ જ આવશ્યક છે. જ્યારે સરકારશ્રી તરફથી માસ્ક કે રૂમાલ બાંધીને જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે ગામના દરેક વ્યક્તિને ગ્રામ પંચાયત તરફથી નિઃશુલ્ક માસ્ક આપવામાં આવ્યા છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756