ભાવનગર-ઘોઘા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી તહેવારો રામનવમી, મહાવીર જયંતિ તથા માર્ચ એન્ડિંગના કારણે માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે રામનવમી નિમિત્તે ખાસ લીંબુની હરાજી બંધ રહેશે. માર્કેટયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા તમામ ખેડૂત ભાઈઓ, વેપારીઓ અને વાહન માલિકોને આ સમયગાળા દરમિયાન પોતાની જણસી વેચાણ માટે ન લાવવા અપીલ કરવામાં આવી છે. માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની જાહેર હરાજીનું કામકાજ 1 એપ્રિલ, 2026ને બુધવારથી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.

