Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિનું DBT વિતરણ કર્યુ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે,

• વડાપ્રધાનશ્રીના ભગીરથ પ્રયાસોને પરિણામે આજે રાજ્યમાં દિકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટીને માત્ર બે ટકા પર પહોંચ્યો

• રાજ્યની શાળાઓ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ‘ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ

• વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષોમાં દેશના શિક્ષણક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન આવ્યું

• વિવિધ યોજનાઓના સફળ અમલીકરણથી શાળાઓમાં દીકરીઓની સંખ્યામાં ૬-૭ ટકાનો નોંધપાત્ર વધારો

સોશિયલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ કરીને અભ્યાસ માટે વધુ સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા મુખ્યમંત્રીશ્રીએ પેરણા આપી

શાળા કક્ષાએ SSIP અંતર્ગત રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપીને વિદ્યાર્થીઓમાં ઉદ્યમ સાહસિકતા પ્રત્યે રૂચિ વિકસાવવાનો ભગીરથ પ્રયાસ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે SSIP ૨.ર્ં, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાઓના વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વસ્પર્શી અને ગુણવત્તાયુક્ત બનાવવાના સંકલ્પ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ક્રાયક્રમમાં મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે SSIP ૨.ર્ં, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના અંદાજે ૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં ડ્ઢમ્ના માધ્યમથી રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવા તથા વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે દિકરા-દિકરીઓનો ઝોક વધે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે.

રાજ્યસરકારે આત્યાર સુધીમાં ૨૭.૬૧ લાખ વિદ્યાર્થીઓને આ યોજનાઓ પેટે ૧૮૭૧.૭૮ કરોડ રૂપિયાની સહાય આપી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૧માં જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવીને કન્યા શિક્ષણની જ્યોત જગાવવા ગામેગામ જઈને શિક્ષણની ભિક્ષા માંગી હતી. અગાઉ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૪-૩૮ ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર ૨ ટકા પર આવી ગયો છે. આજે રાજ્યની શાળાઓ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ‘ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી વર્લ્ડક્લાસ સુવિધાઓથી સજ્જ બની છે. જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળતું થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘શિક્ષિત રાષ્ટ્ર‘ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષોમાં દેશના શિક્ષણક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન આવ્યું છે.

દીકરીઓના સશક્તીકરણ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દીકરીઓનો અભ્યાસ આર્થિક સ્થિતિના કારણે અધૂરો ન રહે તે માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરીને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓના સફળ અમલીકરણથી શાળાઓમાં દીકરીઓની સંખ્યામાં ૬-૭ ટકાનો નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત સતત પાંચ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ પ્રથમ નંબરે છે, રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને શાળા અભ્યાસકાળથી જ ઇનોવેશન માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે.

તેમણે આ સંદર્ભમાં જીજીૈંઁ ૨.ર્ં અન્વયે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન સહાયના ચેકનું વિતરણ પણ કર્યુ હતુ. આવા ૭૩૫ યુવા વિદ્યાર્થીઓને કુલ ૬૯.૬૯ લાખની સહાય અપાઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને વડીલ વાત્સલ્ય ભાવે પ્રરણા આપતા કહ્યુ કે, વિદ્યાર્થીકાળમાં સોશિયલ મિડીયાનો મર્યાદિત સમય માટે ઉપયોગ થાય અને અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત થાય તેવું આચરણ બાળકોને કરવું જાેઈએ.

શિક્ષણની વિવિધ યોજનાઓ અંતર્ગત રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૩૫૪ કરોડથી વધુની સહાય રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું તે આ પારદર્શી સરકારનું એક વધુ પારદર્શિક પગલું છે? તેમ, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બાળકને સમાન અને વિશ્વસ્તરીય શિક્ષણ આપીને ગુજરાત વિકસિત ભારતજ્ર૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા મજબૂત આધારસ્તંભ બન્યું છે. સ્ટાર્ટઅપ એટલે ઉદ્યેગ સાહાસિકતા-એન્ટરપ્રેન્યોરશિપની દિશામાં સતત પ્રયત્ન છે. રાજ્યના જે ૭૩૫ સ્ટાર્ટઅપ ઇનોવેશન આઈડિયા પસંદ થયા છે અને તેના પર કામ કરવા છે એ તમામ ૧,૪૦૦થી વધારે વિદ્યાર્થીઓની સ્ટાર્ટઅપ સફર શરૂ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, ગુજરાત એ એવું રાજ્ય બન્યું છે કે જે શાળા કક્ષાએ સ્ટાર્ટઅપ ઇનોવેશનના આઈડિયા પર રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપે છે જેનો મૂળ હેતુ શાળાથી જ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા પ્રત્યે રૂચિ વિકસાવવાનો છે.

મંત્રી ડૉ. વાજાએ કહ્યું હતું કે, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી છેલ્લા બે વર્ષમાં શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે આ યોજનાની સફળતા દર્શાવે છે. આ સફળતાને ધ્યાનમાં લઈ અને આગામી વર્ષમાં બંને યોજનાઓ માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકાર દ્વારા રૂ. ૧,૫૦૦ કરોડની બજેટમાં જાેગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિ આવી છે, ત્યારે શિક્ષણ એ માત્ર અભ્યાસ નથી પરંતુ વિદ્યાર્થીઓનું સ્વપ્નું છે.

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ સાથે અનેક સકારાત્મક અને પરિણામલક્ષી યોજનાઓ થકી લાખો વિદ્યાર્થીઓના અભ્યાસ અને જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવી રહ્યું છે. શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૧૨,૭૦૮ અને માધ્યમિકમાં ૯,૪૦૦ શિક્ષકોની ગત વર્ષમાં મેગા ભરતી કરવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના વર્ગખંડ સુધી લઈ ગઈ છે તે નવી પેઢી માટે ગૌરવ સમાન છે તેમ, જણાવી મંત્રીશ્રીએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ અને શિક્ષણ મંત્રીશ્રીના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને મેરિટ દ્વારા ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે ઘડવાનું કાર્ય કરી રહ્યું છે. વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત‘ અને ‘વિકસિત ગુજરાત‘ના નિર્માણ માટે નવીનતા તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી વિદ્યાર્થીઓ દેશસેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવો ઉમદા ઉદ્દેશ્ય આ વિવિધ યોજનાઓનો છે.

જ્યારે કાર્યક્રમના અંતે કમિશનર શાળાઓની કચેરીના નિયામક શ્રી રચિત રાજે આભારવિધિ કરી હતી.

જીજીૈંઁ ૨.૦ અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓએ કરેલા નવીન ઇનોવેશન વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રણજીતકુમાર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત રૂબરૂ અને વર્ચ્યુઅલ માધ્યમથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.