National

પાક. ક્રિકેટર દાનિશે પીએમને ધાર્મિક સ્વતંત્રતા બચાવવાની અપીલ કરી

પાકિસ્તાન
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘કરાંચીની મધ્યમાં એક મંદિર પર હુમલો કરવામાં આવ્યો. ધાર્મિક સ્વતંત્રતા સાથે બાંધછોડ ન કરવી જાેઈએ. તેનાથી પાકિસ્તાનની બદનામી થાય છે. હું વડા પ્રધાન ઈમરાન ખાનને કાર્યવાહી કરવાની અપીલ કરું છું.” તેમણે ટિ્‌વટર પર આ પોસ્ટ પણ શેર કરી છે. દાનિશ કનેરિયાની આ પોસ્ટ વાયરલ થઈ છે. વીડિયો જાેયા બાદ લોકો સતત પોતપોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘શું તમને લાગે છે કે પાકિસ્તાનની કોઇ ઇજ્જત બચી છે ? અન્ય એક વપરાશકર્તા કહે છે કે ‘આ નાપાક પાકિસ્તાનની વાસ્તવિકતા છે. અહીં લઘુમતી હિંદુઓની શું હાલત છે, તમે જ જુઓ. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘ભાઈ, તમે ખોટા લોકોને અપીલ કરી રહ્યા છો.’ આ પોસ્ટ જાેયા બાદ મોટાભાગના યુઝર્સ પાકિસ્તાનમાં રહેતા લઘુમતી હિન્દુઓ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.પાકિસ્તાનમાંથી હિંદુઓ પર અત્યાચારના સમાચાર રોજબરોજ સામે આવતા રહે છે. આ વખતે વધુ એક મંદિરમાં તોડફોડનો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં જ કરાચીમાં દુર્ગા માના મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેના કારણે પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા ઘણો નારાજ છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ અને ટિ્‌વટર પર તેનો વીડિયો શેર કરીને પાકિસ્તાનમાં હિન્દુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ ધાર્મિક સ્વતંત્રતા બચાવવાની અપીલ કરી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે દાનિશ કનેરિયા એકમાત્ર હિન્દુ ક્રિકેટર છે, જે પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રિકેટ મેચ રમ્યો છે. મંદિરમાં તોડફોડનો આ મામલો કરાચીના ઈદગાહ પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુરાનો છે. જ્યાં સોમવારે એક વ્યક્તિ મંદિરમાં ઘૂસી ગયો હતો અને અહીં સ્થાપિત મૂર્તિઓને હથોડી વડે તોડી નાખી હતી. જાેકે, આ પછી આરોપીને સ્થાનિકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ આ ઘટના બાદ સ્થાનિક હિન્દુઓમાં રોષ જાેવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *