મહુવાના નિહાલી ગામના પટેલ ફળિયામાંથી એક દીપડો પાંજરે કેદ થયો છે. આ ઘટના રાત્રે 9.15 વાગ્યાની આસપાસ બની હતી.
વન વિભાગે ગોઠવેલા પાંજરામાં મારણની લાલચે દીપડો ફસાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાં ત્રીજીવાર દીપડો પાંજરે પુરાયો છે.
દીપડો પાંજરે કેદ થતાં તેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. વન વિભાગે દીપડાનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

