સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-અમદાવાદ હાઈવે પર કટારીયા ગામના પાટિયા પાસે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ હાઈવે પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકમાં અજાણ્યા કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવા છતાં હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ રહી હતી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને સફળતાપૂર્વક આગ ઓલવી નાખી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખી હતી.

