સોમનાથની વેણેશ્વર સોસાયટી નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હતો. સોમનાથ ટ્રસ્ટના કર્મચારી જીગ્નેશ ભટ્ટે સાંજે લગભગ 4 વાગ્યે દીપડાને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
માહિતી મળતા જ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે બે કલાકના ગાળામાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી છે. પાંજરા પર નજર રાખવા માટે એક કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી છે.

સ્થાનિક રહીશ જગદીશભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ગાઢ ઝાડીઓ, જંગલ અને નજીકમાં નદી હોવાથી દીપડાઓને પાણી અને ખોરાક સરળતાથી મળી રહે છે. આ કારણે દીપડાઓ અવારનવાર આ વિસ્તારમાં જોવા મળે છે.

