જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ માસમાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને પગલે આ નિર્ણય લેવાયો છે જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે.
12થી 18 એપ્રિલ ગિરનાર રોપ-વે બંધ રહેશે ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી સંસ્થા ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 12 એપ્રિલ 2026થી 18 એપ્રિલ 2026 સુધી રોપ-વેની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત રહેશે.
મેઈન્ટેનન્સની કામગીરીને પગલે નિર્ણય આ સમયગાળા દરમિયાન રોપ-વેના મશીનરી ચેકઅપ, વાયર રોપનું નિરીક્ષણ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. દર વર્ષે આ પ્રકારે મેઈન્ટેનન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જે મુસાફરોની સલામતી માટે અત્યંત અનિવાર્ય હોય છે.

