ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬થી રાજ્યના ૧૫ કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જાેઈ શકે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-૩ સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ન્ઇડ્ઢની શારીરિક કસોટી માટે ૧૦ લાખ લોકોએ દોડમાં ભાગ લીધો હતો, જેમાં ૧,૭૩,૧૧૨ પુરુષ, ૮૯૪૦૫ મહિલા અને ૮૨૭ માજી સૈનિક ઉમેદવાર મળી કુલ ૨,૬૩,૩૪૪ ઉમેદવારો ઉર્તિણ થયા હતા. ઉમેદવારે કેટલા ટાઈમમાં ગ્રાઉન્ડ પાસ કર્યું હતું તેની વિગત સાથે યાદી જાહેર કરવામાં આવી છે.
ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા પુરુષ, મહિલા તેમજ માજી સૈનિક ઉમેદવારો માટે અલગ-અલગ લિંક દ્વારા વિગત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉમેદવારોને પોતાની કેટેગરી મુજબની લિંક પર ક્લિક કરી માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે ઇહ્લૈંડ્ઢ ન્ટ્ઠॅ ડ્ઢટ્ઠંટ્ઠ અને ઝ્રઝ્ર્ફ કેમેરા દ્વારા દરેક તબક્કાની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ શારીરિક માપ કસોટી દરમિયાન ઊંચાઈ અને અન્ય માપદંડોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હોવાનું બોર્ડે જણાવ્યું છે.
ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવાર તરફથી ગેરરીતિ કે ખોટી માહિતી સામે આવશે તો તેની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે. ઉપરાંત, સરકાર કે ન્યાયાલયના કોઈ પણ નવા આદેશો લાગુ પડશે તો તે તમામ ઉમેદવારો માટે બાધ્ય રહેશે. લોકરક્ષક ભરતીમાં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા તા. ૧૪ જૂન, ૨૦૨૬ (રવિવાર)ના રોજ યોજાશે. ઉમેદવારોને સમયસર તૈયારી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જાે કોઈ ઉમેદવારને પરિણામ અંગે કોઈ વાંધો કે રજૂઆત કરવી હોય તો જરૂરી દસ્તાવેજાે સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર ખાતે નિર્ધારિત સમયમર્યાદામાં લેખિતમાં રજૂઆત કરવાની રહેશે. સમયમર્યાદા બાદ મળતી રજૂઆતો માન્ય ગણાશે નહીં. ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા સૂચન કરવામાં આવ્યું છે.

