માધવપુર ખાતે રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકમેળામાં તેમજ મંદિર નજીક આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 5 આરોગ્ય સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. આ આરોગ્ય સેન્ટરમાં 4 દિવસમાં કુલ 450 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે જેમાં 28 લોકોને ફીવર,31 લોકોને શરદી,ઉઘરસ થઈ ગયા,12 કલાકારો ઈજાગ્રસ્ત થતા સારવાર આપી હતી.
માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના લગ્ન પ્રસંગે વર્ષ 2018 થી રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવે છે.આ રાષ્ટ્રીય મેળામાં ગુજરાત રાજ્ય ઉપરાંત અસમ, સિક્કિમ, મિઝોરમ સહિતના રાજ્યના કલાકારો પણ ભાગ લેવા આવે છે.
ત્યારે આ વર્ષે પણ આયોજિત આ મેળામાં પોરબંદરના આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી ડો.મહેતા, ડો.નિખિલ બામણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મેળા ગ્રાઉન્ડ, કાર્યકમ સ્થળ,મંદિર નજીક ખાસ આરોગ્ય સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ આરોગ્ય સેન્ટરમાં ડોકટર સહિતની સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તેમજ માધવપુર આરોગ્ય સેન્ટર ખાતે ખાસ વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

