Gujarat

અમદાવાદ મનપામાં ૫ ટર્મથી જીતતા કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખનું રાજીનામું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું સ્વીકારવા માટે વિનંતી કરી છે. ગોમતીપુરમાંથી ૫ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.પક્ષમાં અન્યાય થયાનો લેટર જાહેર કરવાની સાથે રાજીનામું આપી દીધું છે. સિનિયર હોવા છતાં ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ના મળવાનું દુ:ખ વ્યક્ત કર્યું છે, ત્યારે હવે ઈકબાલ શેખ ઓવૈસીની પાર્ટી છૈંસ્ૈંસ્માં જાેડાશે. ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શહેર પ્રમુખને પણ રાજીનામું મોકલી આપ્યું છે. અનેક વખત રજૂઆત કરવા છતાં અહિત કરવામાં આવતું હોય છે. અનેક લોકો જે પાર્ટીનું અહિત કરે છે છતાં તેમના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આખરે જનતાનો અભિપ્રાય લઈને રાજીનામું આપી દીધું છે. પાર્ટી છેલ્લી ઘડીએ જ ટિકિટ આપે છે, પહેલી વખત ચૂંટણી જીત્યો ત્યારે પણ અપક્ષ લડ્યો હતો. જે બાદ ટેકો આપીને હિંમતસિંહને મેયર બનાવ્યા હતા. છતાં પાર્ટી અવગણના કરી રહી છે જેથી રાજીનામું આપવાની માટે ફરજ પડી છે.ઈકબાલ શેખ દ્વારા રાજીનામું આપવાની સાથે લેટર જાહેર કરી જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હું આપની સમક્ષ નમ્રતાપૂર્વક મારા અંતરાત્માનો અવાજ રજૂ કરવાની રજા લઉ છું. હું હંમેશા કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્પિત અને વફાદાર રહ્યો છું. હું જનહિતના કોંગ્રેસ પક્ષના રાજ્ય સ્તરના અને શહેરના અનેક કાર્યક્રમોમાં આગવી શૈલીથી વિરોધ પ્રદર્શનોમાં અગ્રેસર રહ્યો છું.

અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલરમાં કોંગ્રેસ પક્ષના સૌથી સિનિયર કાઉન્સિલર હોવા છતાં મેં વિરોધપક્ષના નેતા પદનો પક્ષના હિતમાં ત્યાગ કરી એક કાર્યકર તરીકે શહેર કોગ્રેસ પક્ષમાં સાદગીપુર્ણ મારી ભુમિકા નિભાવી છે. જેના આપ મુકસાક્ષી રહ્યા છો. અન્ય પક્ષો તરફથી મને અનેક લાલચો અને પ્રલોભનો આપવા છતાં મેં કોંગ્રેસ પક્ષને વફાદાર રહી અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડમાંથી અનેક મુશ્કેલીઓ હોવા છતાં છેલ્લા ૨૫ વર્ષથી પેનલ સાથે કોંગ્રેસ પક્ષના ચિહન સાથે ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવી છે.કોંગ્રેસ પક્ષ માટે દિવસ રાત મહેનત કરવા છતાં છેલ્લાં ૨૫ વર્ષથી જ્યારે જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ ત્યારે મને છેક છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવતું નથી અને મારી જાણી જાેઈને અવગણના કરવામાં આવે છે. જે મારા માટે અત્યંત દુ:ખદ ઘટના રહી છે. મને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સંજાેગોમાં આ વર્ષે યોજાનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ગોમતીપુર વોર્ડમાંથી કોંગ્રેસના બેનર હેઠળ હું દાવેદારી નોંધાવતો નથી.

ઉલ્લ્ખનીય છે કે, ૪ એપ્રિલના રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મહાનગરપાલિકાના પ્રમુખો અને નિરીક્ષકો સાથે બેઠક યોજાઈ હતી. વહેલી સવારે ૧૦ વાગ્યાથી જ રાજીવ ગાંધી ભવન પર બેઠકોની શરૂઆત થઈ હતી. જે મોડી રાત સુધી ચાલી હતી.આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સાથે ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કયા ઉમેદવારને મેદાને ઉતારવામાં આવશે તેને લઈને ચર્ચા કરાઈ હતી. જાેકે, અન્ય તમામ મહાનગરપાલિકામાં ઉમેદવારના નામને લઈને ચર્ચા પૂર્ણ કરી હતી.