Gujarat

સાયકલની મદદથી ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગ ઝડપાઈ

કાલુપુર પોલીસે ભીડભાડવાળા વિસ્તારોમાં સાયકલ અથડાવી લોકોના ખિસ્સામાંથી નાણાં સેરવી લેતી ઉત્તર પ્રદેશની રીઢા ગુનેગારોની ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગે કાલુપુર વિસ્તારમાં બે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી કુલ ₹1.44 લાખની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ચોરીની મોડસ ઓપરેન્ડી આ ગેંગ અત્યંત ચતુરાઈથી ચોરીને અંજામ આપતી હતી. ગેંગનો એક સભ્ય સાયકલ લઈને જતો અને નિશાન બનાવેલી વ્યક્તિના પગમાં જાણીજોઈને સાયકલ અથડાવતો હતો. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ સાયકલ ચાલક સાથે રકઝક કે બોલાચાલીમાં વ્યસ્ત થાય, ત્યારે પાછળથી ગેંગના અન્ય બે સભ્યો આવી નજર ચૂકવી ખિસ્સામાંથી પૈસા ચોરીને પલાયન થઈ જતા હતા.

આ પદ્ધતિથી કુનાલ આહુજા નામના યુવક પાસેથી ₹44 હજાર અને કાર્તિક ડીંડા નામના વ્યક્તિ પાસેથી ₹1 લાખની ચોરી કરવામાં આવી હતી. કુનાલ બેંકમાં નાણાં ભરવા જઈ રહ્યો હતો ત્યારે બીબીસી માર્કેટ પાસે આ ઘટના બની હતી, જ્યારે કાર્તિક પીરમશા રોડ પર આ ટોળકીનો શિકાર બન્યો હતો.

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી બંને ફરિયાદોને આધારે કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી બાતમીદારોની મદદથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:

  • મુશાહિદ કુરેશી
  • મોહમંદ હનીફ પઠાણ
  • નૌશાદ હુસૈન અબ્બાસી
  • મોહમંદ ગુલઝેબ અંસારી
  • શાનેઆલમ મલીક