Gujarat

સાવરકુંડલા શહેરથી પંદરેક કિલોમીટર દૂર આવેલા રાજુલા ધોરીમાર્ગ પર જાબાળ ગામે મધ્યરાત્રિનાં સિંહ ગામમાં પ્રવેશી શિકાર પણ કરવા આવ્યો.. એ સિંહ આવ્યો..!!

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
એ…. સિંહ આવ્યો આપના દ્વારે..
———————————————————————
સાવરકુંડલા શહેરથી પંદરેક કિલોમીટર દૂર સાવરકુંડલા રાજુલા ધોરીમાર્ગ પર જાબાળ ગામે એક ભૂખ્યોડાંસ સાવજ ગત મધ્યરાત્રિના રોજ ગામમાં આવી ચડ્યો. અને એક નિર્દોષ પશુનો શિકાર કરતાં આ સમયે અન્ય પશુઓ ત્યાં આવી પહોંચતાં મનેકમને પણ આ સિંહે ભાગવું પડયું હતું. સમગ્ર ઘટના સી.સી. ટીવી કેમેરામાં કેદ થયેલ. આમ ગણીએ તો સિંહનો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ પણ એક ચિંતાનો વિષય જરૂર ગણાય. ઘટતાં જતાં જંગલ વિસ્તાર અને વધતી જતી સિંહોની સંખ્યા આ સંદર્ભે વનવિભાગે મહામંથન કરી સિંહના રહેઠાણ માટે પર્યાપ્ત માત્રામાં વિસ્તાર ફાળવણી પણ કરવી જોઈએ અને માલધારી સમાજનાં સંરક્ષણ માટે કોઈ ઠોસ પોલિસી ઘડી વન્ય પ્રાણીઓ પોતાની રીતે શાંતિ અને આનંદથી જીવન વ્યતીત કરે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ એવું બુધ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે.

IMG-20211223-WA0186.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *