Gujarat

રાજકોટમાં વોર્ડ નંબર ૭ માં સૌથી વધુ મતદારો ઘટ્યા, વોર્ડ નંબર ૧૧ માં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા રાજકીય પક્ષોએ બદલાયેલા આંકડાકીય સમીકરણોને સમજવા પડશે. રાજકોટમાં હાથ ધરવામાં આવેલા ધનિષ્ઠ મતદાર સુધારણા કાર્યક્રમ ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી મતદારોની ફેર ગણતરી અને ચકાસણી બાદ શહેરના કુલ મતદારોની સંખ્યામાં ૧,૦૮,૦૩૯ નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૧ માં જ્યારે છેલ્લે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૧૦,૯૩,૯૯૧ મતદારો નોંધાયેલા હતા, જે હવે ૨૦૨૬ ની આખરી મતદાર યાદી મુજબ ઘટીને ૯,૮૫,૯૫૨ થઈ ગયા છે.

જીૈંઇ ની આ પ્રક્રિયા બાદ જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ, શહેરના મોટાભાગના વોર્ડમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. આ ઘટાડા પાછળ ડબલ નામની બાદબાકી, સ્થળાંતર અને અવસાન પામેલા મતદારોના નામ રદ કરવાની કામગીરી મુખ્ય કારણ હોવાનું મનાય છે. જાતિવાર વિશ્લેષણ કરીએ તો, વર્ષ ૨૦૨૧ માં પુરુષ મતદારોની સંખ્યા ૫,૬૭,૦૦૧ હતી, જે હવે ૨૦૨૬ માં ઘટીને ૫,૧૦,૦૮૬ થઈ ગઈ છે. આમ, પુરુષ મતદારોમાં કુલ ૫૬,૯૧૫ નો ઘટાડો થયો છે. તેવી જ રીતે, સ્ત્રી મતદારોની સંખ્યા જે અગાઉ ૫,૨૬,૯૭૦ હતી, તે હવે ૪,૭૫,૮૪૮ નોંધાઈ છે, જેમાં ૫૧,૧૨૨ નો ઘટાડો જાેવા મળ્યો છે. આ ઉપરાંત ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં પણ બે નો નજીવો ઘટાડો થયો છે, જે ૨૦ થી ઘટીને ૧૮ પર પહોંચી છે.

આ આખી પ્રક્રિયામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે શહેરના ૧૮ વોર્ડમાંથી માત્ર બે જ વોર્ડ એવા છે જ્યાં મતદારોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. વોર્ડ નંબર ૧૧ માં સૌથી વધુ ૧૩,૩૮૪ મતદારો વધ્યા છે. વર્ષ ૨૦૨૧ ની ચૂંટણીમાં આ વોર્ડમાં ૩૯,૯૪૩ પુરુષ અને ૩૬,૮૧૯ સ્ત્રી તથા ૨ ત્રીજી જાતિના મળી કુલ ૭૬,૭૬૪ મતદારો હતા. જે હવે ૨૦૨૬ માં વધીને ૯૦,૧૪૮ થઈ ગયા છે. આ વધારામાં ૬૭૯૨ પુરુષ અને ૬૫૯૨ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે વોર્ડ નંબર ૪ માં પણ ૯૦ પુરુષ અને ૬૦૪ સ્ત્રી મતદારો સાથે કુલ ૬૯૪ મતદારોનો વધારો નોંધાયો છે. આ વિસ્તારોમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સ અને વધતા જતા શહેરીકરણને કારણે મતદારોની સંખ્યામાં આ ઉછાળો જાેવા મળ્યો હોવાનું અનુમાન છે.

બીજી તરફ, રાજકોટના સેન્ટ્રલ ઝોન અને જૂના શહેરના વિસ્તારોમાં મતદારોની સંખ્યામાં મસમોટો ઘટાડો જાેવા મળ્યો છે. વોર્ડ નંબર ૭ માં સૌથી વધુ ૧૩,૧૧૩ મતદારો ઘટ્યા છે. આ વોર્ડમાં ૨૦૨૧ માં ૬૦,૬૮૧ મતદારો નોંધાયેલા હતા, જે જીૈંઇ ની પ્રક્રિયા બાદ હવે માત્ર ૪૭,૫૦૭ રહી ગયા છે. આ વોર્ડમાં ૬૬૮૪ પુરુષ અને ૬૪૨૯ સ્ત્રી મતદારોના નામ યાદીમાંથી ઓછા થયા છે. આ ઘટાડો સૂચવે છે કે જૂના શહેરના વિસ્તારોમાંથી લોકો મોટા પાયે નવા વિકસી રહેલા વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

શહેરના અન્ય વોર્ડની સ્થિતિ પર નજર કરીએ તો વોર્ડ નંબર ૧ માં ૪૮૨૯, વોર્ડ નંબર ૨ માં ૧૦,૭૯૪ અને વોર્ડ નંબર ૩ માં ૬૦૦૩ મતદારોનો ઘટાડો થયો છે. વોર્ડ નંબર ૨ માં થયેલો ૧૦ હજારથી વધુનો ઘટાડો રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. તો વોર્ડ નંબર ૫ અને ૬માં અનુક્રમે ૭૬૨૦ અને ૭૯૫૪ મતદારો ઘટ્યા છે. વોર્ડ નંબર ૮ માં ૯૪૩૯ મતદારો ઘટ્યા છે, જાેકે અહીં ત્રીજી જાતિના બે મતદારો વધ્યા છે. વોર્ડ ૯ માં ૩૮૭૪ અને વોર્ડ ૧૦ માં ૫૭૮૦ મતદારો ઓછા થયા છે.

વોર્ડ ૧૨ માં ૧૦૨૭ મતદારો ઘટ્યા છે, જ્યારે વોર્ડ ૧૩ માં ૮૫૮૦ અને વોર્ડ ૧૪ માં ૧૧,૫૮૩ મતદારોનો મોટો ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર ૧૫ માં ૮૮૫૭ મતદારો ઘટ્યા છે. વોર્ડ ૧૬ માં ૧૧,૦૩૦ અને વોર્ડ ૧૭ માં ૧૦,૪૫૮ મતદારોની સંખ્યા ઓછી થઈ છે. એટલું જ નહીં રાજકોટનો સૌથી મોટો વોર્ડ ગણાતો વોર્ડ નંબર ૧૮, જે લગભગ સેન્ટ્રલ ઝોન જેટલો મોટો વિસ્તાર ધરાવે છે, ત્યાં આશ્ચર્યજનક રીતે સૌથી ઓછો ઘટાડો નોંધાયો છે. આ વોર્ડમાં માત્ર ૧૧૪૫ મતદારો જ ઓછા થયા છે, જેમાં ૬૪૨ પુરુષ અને ૫૦૩ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મતદારોની સ્થિરતા અન્ય વોર્ડની સરખામણીએ વધુ જાેવા મળી છે.

આમ, રાજકોટ મહાનગરપાલિકાની ૨૦૨૬ ની ચૂંટણીમાં મતદારોની આ નવી સંખ્યા અને ખાસ કરીને સ્ત્રી-પુરુષ મતદારોના ઘટેલા આંકડા ઉમેદવારોની જીત-હારના માર્જિન પર મોટી અસર કરશે. તો રાજકીય પક્ષોએ હવે નવા આંકડા મુજબ પોતાના પ્રચાર પ્રસાર અને ગણિતમાં ફેરફાર કરવાની જરૂર પડશે. ખાસ કરીને જ્યાં મતદારો વધ્યા છે તેવા વોર્ડ નંબર ૧૧ અને ૪ માં નવા મતદારોને રીઝવવા અને જ્યાં મોટા પાયે ઘટાડો થયો છે ત્યાં બાકી રહેલા મતદારોના સમર્થનને મજબૂત બનાવવું એ પક્ષો માટે મોટો પડકાર રહેશે.