દેવભૂમિ દ્વારકામાં માછીમારી બોટ કૌભાંડના મુખ્ય આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ (ઉંમર 66) ને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં જૂની બોટને કાગળ પર નવી દર્શાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના બાદ, એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા અને પીએસઆઈ ડી.એ. વાળાની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. આરોપી અલાના ઉર્ફે ફકીરો હસન થૈમ લાંબા સમયથી ફરાર હતો.
એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને મળેલી બાતમીના આધારે ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુદર્શન સેતુ બ્રીજના મોરપીચ્છ સર્કલ પાસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

