પશ્ચિમબંગાળ
સ્વતંત્રતાના અમૃત પર્વને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જી પણ વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ થયા હતા. પરંતુ લગભગ બે કલાકની રાહ જાેયા બાદ પણ તેમને બોલવાનો મોકો મળ્યો ન હતો. આ અંગે રાજ્ય સચિવાલયનું કહેવું છે કે વક્તાઓની યાદીમાં મમતાનું નામ સામેલ નથી. આ મામલે મમતા બેનર્જી કેન્દ્ર સરકારથી નારાજ છે. મમતા બેનર્જીને બોલવા ન દેવાનું કારણ એ પણ વધુ છે કે, આ પહેલા પણ તેમને ૧૦ રાજ્યોના સીએમ સાથે કોરોનાને લઈને યોજાયેલી બેઠકમાં બોલવાની તક મળી ન હતી. તેમણે બેઠક બાદ કહ્યું કે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓને જ બોલવાની તક આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને જ બોલવાની તક મળી છે. એક સમયે ભાજપ સાથે સરકારમાં સામેલ મમતા બેનર્જીના સંબંધો સમય જતાં ભાજપ સાથે કડવાશ આવી ગયા હતા. બંગાળની ચૂંટણીમાં આ વખતે ટીએમસી અને ભાજપ વચ્ચે રાજકીય દ્વંદ્વયુદ્ધ તેમજ હિંસક અથડામણ થઈ હતી. મમતા બેનર્જી પણ લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરીને અલગ મોરચો બનાવવામાં વ્યસ્ત છે. દરરોજ બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થાય છે.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની રાજકીય ખેંચતાણ અટકવાનું નામ નથી લેતી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દૃૈિંેટ્ઠઙ્મ દ્બીીંૈહખ્ત દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બે કલાકથી વધુ રાહ જાેવી પડી હતી, પરંતુ તેમને બોલવાની તક મળી ન હતી. જેના કારણે સીએમ મમતા બેનર્જી ફરી એકવાર કેન્દ્ર સરકારથી નારાજ થયા છે. મમતા બેનર્જી પીએમ નરેન્દ્ર મોદીની કટ્ટર ટીકાકાર માનવામાં આવે છે અને કેન્દ્ર સરકારની નીતિઓ પર સતત પ્રહારો કરતી રહે છે, પરંતુ તાજેતરના દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. રાજ્ય સચિવાલયના ટોચના સૂત્રએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, બેનર્જીને ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ સભામાં બોલવાની તક આપવામાં આવી ન હતી કારણ કે તેમનું નામ વક્તાઓની યાદીમાં નહોતું. સૂત્રએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે, જેનાથી રાજ્યના સમગ્ર વહીવટને પણ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર હતા.
