મુંબઈ
૧૯૮૩માં જ્યારે ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો ત્યારે એન.કે.પી.સાલ્વે બીસીસીઆઈના પ્રમુખ હતા. તેમનું ૨૦૧૨માં ૯૧ વર્ષની વયે અવસાન થયું હતું. ૨૦૦૮માં તેણે એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે વર્લ્ડ કપ જીત્યા બાદ અમે એક જગ્યાએ ભેગા થયા હતા. ત્યારપછી કેપ્ટન કપિલ તેના બાકીના સાથી ખેલાડીઓ વિશે વિચારતો હતો. સાલ્વેએ કહ્યું કે ૨૫ આઈપીએલ જીતવાનો આનંદ પણ વર્લ્ડ કપ જીતવાના ઉત્સાહ અને જુસ્સા સાથે સરખાવી શકતો નથી. સાલ્વેએ કહ્યું કે મીટિંગ બાદ ટીમના વરિષ્ઠ સભ્ય સુનીલ ગાવસ્કર ઈનામની રકમ વિશે પૂછપરછ કરવા તેમની પાસે પહોંચ્યા હતા. સાલ્વેએ કહ્યું કે તે દિવસોમાં બોર્ડ પાસે પૈસા નહોતા. ત્યારે ગાવસ્કર મારી પાસે આવ્યા અને કહ્યું કે વર્લ્ડ કપ જીતવાથી શું મળશે? મેં ગાવસ્કરને કહ્યું કે મારી અને બોર્ડ પાસે એટલા પૈસા નથી. જાે કે, તેઓ તેના માટે પ્રયાસ કરશે અને ટીમને ઇનામ તરીકે બે લાખ રૂપિયા આપવાનો પ્રયાસ કરશે. આના પર ગાવસ્કરે કહ્યું હતું કે સર, અમે ટિપ નથી માગી રહ્યા. સાલ્વેએ કહ્યું કે મેં પછી ટીમને ત્રણ લાખ રૂપિયા આપવાની ઓફર કરી. તેના પર પણ ખેલાડીઓ તૈયાર નહોતા અને ગાવસ્કરે કહ્યું કે બે અને ત્રણ લાખમાં શું ફરક છે. તમે આ રકમ પણ ન આપો તો સારું રહેશે. મેં ફરીથી પાંચ અને સાત લાખ રૂપિયા ચૂકવવાની ઓફર કરી, પરંતુ કોઈ રાજી ન થયું. ત્યારબાદ આઈએસ બિન્દ્રાએ સૂચન કર્યું કે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરીને મારે દરેક ખેલાડીને તેની કમાણીમાંથી એક લાખ રૂપિયા આપવા જાેઈએ. જાે કે, પછીથી અમને લાગ્યું કે આવો કાર્યક્રમ ક્યાંથી કરીશું અને તેનાથી કંઈ ફાયદો થશે નહીં. સાલ્વેએ કહ્યું કે બિન્દ્રાએ ફરી એક નવું સૂચન આપ્યું છે અને કહ્યું છે કે લતા મંગેશકર કોન્સર્ટ યોજીને ફંડ એકત્ર કરી શકાય છે. મેં તેના વિશે ફરી વિચાર્યું અને લતાજી પાસે પહોંચ્યો. તેમને સમગ્ર પરિસ્થિતિ જણાવી, તો લતાજી હસવા લાગ્યા અને કહ્યું કે તમામ ખેલાડીઓ તેના લાયક છે. લતાજીએ કોન્સર્ટની વાત સમજાવી. ક્રિકેટ પ્રશંસક લતા મંગેશકરે પણ આ ઘટનાને યાદ કરીને કહ્યું હતું કે સાલ્વે સાહેબે ગુગલી ફેંકી હતી અને હું ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. સાલ્વેએ કહ્યું- લતાજીએ તેમની ઈજ્જત બચાવી હતી. અન્યથા ખેલાડીઓએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. કપિલ-ગાવસ્કર સહિત તમામ દિગ્ગજાે આજે ખૂબ જ શાંત અને નમ્ર લાગે છે, પરંતુ તે સમયે તેઓ યુવાન હતા. હું ત્યારે પણ વૃદ્ધ હતો અને હજુ પણ વૃદ્ધ છું. ભારતીય ક્રિકેટ ચાહકો ૨૫ જૂનની તારીખ ભાગ્યે જ ભૂલી શકશે. આ તારીખે જ ૧૯૮૩માં ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. કપિલ દેવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તે સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે એટલા પૈસા નહોતા. આ પછી ભારતીય ક્રિકેટનો માહોલ બદલાઈ ગયો અને ધીરે ધીરે મ્ઝ્રઝ્રૈં વિશ્વનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બની ગયું. ભારતના આ વિજેતા અભિયાન પર ફિલ્મ ’૮૩’ પણ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવતો જાેવા મળશે. કહેવાય છે કે બોર્ડ પાસે કપિલ દેવની વર્લ્ડ ચેમ્પિયન ટીમને ઈનામની રકમ આપવા માટે પૂરતા પૈસા નહોતા. આ વાતનો ખુલાસો ૨૦૦૮માં બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એનકેપી સાલ્વેએ કર્યો હતો. તેણે ભારતની વર્લ્ડ કપ જીતના ૨૫ વર્ષ પૂરા થવા પર એક સન્માન સમારોહમાં રસપ્રદ ખુલાસો કર્યો. તેણે કહ્યું હતું કે કેવી રીતે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ ઈનામની રકમ માટે તેનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું.
