પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ની મતગણતરી માટેના સ્થળો જાહેર કરાયા છે. આ મતગણતરી કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 28 એપ્રિલ, 2026ના રોજ સવારે 7 વાગ્યાથી ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર, મતગણતરી કેન્દ્રોની 100 મીટરની મર્યાદામાં કોઈપણ વ્યક્તિ લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

મતગણતરી માટેના સ્થળોમાં ગોધરા નગરપાલિકા માટે સરકારી ઈજનેરી કોલેજ, છબનપુર (ગોધરા) અને શહેરા નગરપાલિકા માટે તાલુકા સેવા સદન, શહેરાનો સમાવેશ થાય છે.
તાલુકા પંચાયતો માટે, ગોધરા તાલુકાની મતગણતરી સરકારી પોલિટેકનિક કોલેજ, ગદુકપુર ખાતે; શહેરા તાલુકાની મોડેલ સ્કૂલ, કાંકરી ખાતે; મોરવા (હડફ) તાલુકાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, મોરવા (હડફ) ખાતે યોજાશે.

