પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના છાયાણા ગામે ખેતરમાં કામ કરી રહેલા એક યુવકને ઝેરી સાપ કરડ્યો હતો. યુવકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ, છાયાણા ગામના રહેવાસી ભારતભાઈ બારીયા આજે પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક ઝેરી સાપે દંશ માર્યો હતો.
સાપ કરડ્યાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકની તબિયત લથડતા તેને પ્રાથમિક સારવાર માટે શહેરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. શહેરા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ, વધુ અને સઘન સારવાર માટે ભારતભાઈને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.

